રાહ:દિવસભર વાદળોની ફોજ વચ્ચે સંખેડા તાલુકામાં માત્ર 2 મિમી વરસાદ

સંખેડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ધરતીપુત્રો

તાલુકામાં ધરતીપુત્રો મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવેલી છે. સંખેડા તાલુકામાં દિવસભર આકાશમાં કાળા વાદળોની ફોજ જોવા મળી હતી. પણ સાંજે ચાર વાગ્યા સુધી તાલુકામાં માત્ર બે મિમી જ વરસાદ પડ્યો હતો. સંખેડા તાલુકામાં છેલ્લે તા.30મી જૂનના રોજ વરસાદ પડ્યો હતો.જે બાદ વરસાદ વરસ્યો નહોતો.વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ પણ વધ્યું હતું.

મેઘરાજા મન મુકીને વરસે તો વિસ્તારમાં ખેતીને પણ વધુ સારા પ્રમાણમાં ફાયદો
જેથી વરસાદ વરસે એની ધરાતીપુત્રો આતુરતાથી રાહ જોવા લાગ્યા હતા.પણ મેઘરાજા મહેરબાન થતા જ નહોતા. હાલમાં હવામાન વિભાગ દ્વારા અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થઈ હોવાથી વરસાદની આગાહી કરવામાં આવેલી હતી. આ આગાહીને પગલે આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી. વરસાદી વાતાવરણ જામ્યું હતું. પણ સંખેડા તાલુકામાં દિવસ દરમિયાન બપોરે બારથી બે વાગ્યા સુધીમાં માત્ર બે મિમી જ વરસાદ વરસ્યો હતો. સાંજે ચાર વાગ્યા સુધી પણ વરસાદ એટલો જ રહ્યો હતો. મેઘરાજા મન મુકીને વરસે તો વિસ્તારમાં ખેતીને પણ વધુ સારા પ્રમાણમાં ફાયદો થાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...