આવેદન:સંખેડામાં વી.સી.ઇ.ની હડતાળથી પંચાયતનું ઓનલાઇન કામ ઠપ્પ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગાર નહીં તો કામ નહીંના સૂત્રોચાર સાથે હડતાળ પાડવામાં આવી
  • ઈ-ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા તાલુકા પંચાયતમાં આવેદન

સંખેડા તાલુકાના ઈ-ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપ્યું હતું. વી.સી.ઈની માંગણી છે કે કમિશન પ્રથા બંધ કરી ફિક્સ પગાર ધોરણ આપવામાં આવે. વી.સી.ઇ.ની હડતાલને કારણે વિવિધ નકલો કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો સેવાસદનમાં જોવા મળી હતી.

સંખેડા તાલુકાના વી.સી.ઇ.ઓ દ્વારા સંખેડા એ.ટી.ડી.ઓ.ને આપેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ તેઓ સરકાર સાથે 16 વર્ષથી વગર પગારે કામ કરતા હોય જેથી તેઓને સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે, આરોગ્ય લક્ષી સુવિધા આપવામાં આવે અને પરિવાર માટે વીમા કવચ સહિત કોરોનાની મહામારીમાં મરણ પામેલ વી.સી.ઈને આર્થિક સહાય આપવાની માગણી છે.

વી.સી.ઇઓએ પોતાની પડતર માગણીઓને લઈ વિરોધ સૂત્રોચ્ચાર કરી તાલુકા પંચાયત પહોંચ્યા હતા. વી.સી.ઈ હાલ કારમી મોંઘવારીમાં પગાર નહીં તો કામ નહીંના સૂત્રોચ્ચાર સાથે હડતાળ પર ઉતર્યા છે. વી.સી.ઈ હડતાલ પર ઉતરતા કઈ ગામ પંચાયતની કામગીરી ઠપ્પ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...