તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:PM વીમા યોજના અંતર્ગત સંખેડાના 5000 બેંક ખાતેદારોનું એક વર્ષનું પ્રીમીયમ ભરાશે

સંખેડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રીમિયમની ચૂકવણી ધારાસભ્ય અભેસિંહ દ્વારા કરાશે

સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા વડાપ્રધાન વીમા યોજના અંતર્ગત બેંકમાં વડાપ્રધાન વીમા યોજના અંતર્ગત પ્રીમિયમ 1 વર્ષનું તેમના દ્વારા 5000 વ્યક્તિઓનું ભરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી દ્વારા પ્રીમિયમ એક વ્યક્તિ દીઠ 12 રૂપિયા લેખે ભરવામાં આવશે.

સંખેડા વિધાનસભામાં સમાવિષ્ટ સંખેડા, નસવાડી અને બોડેલી તાલુકાના 5000 જેટલી વ્યક્તિઓના વડાપ્રધાન વીમા યોજના અંતર્ગત બેંકમાં ખાતું ચાલતું હોય એવી વ્યક્તિઓનું 1 વર્ષનું પ્રિમીયમ સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી ભરશે. સંખેડા બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર રાજકુમાર સાહેબે જણાવ્યું હતું કે, વડાપ્રધાન વીમા યોજનાનું 1 વર્ષનું પ્રીમિયમ સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી ભરવાના છે.

અન્ય સમાચારો પણ છે...