ભાસ્કર વિશેષ:અખાત્રીજના દિવસે સંખેડામાં સોનાની ઘરાકી માંડ 30% થઈ

સંખેડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડાનું સોના બજાર સમગ્ર જિલ્લા અને મેવાસમાં પ્રખ્યાત છે
  • અગાઉ જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં વધુ લગ્નો યોજાયા ત્યારે ઘરાકી સારી હતી

અખાત્રીજના દિવસે સોનાની ખરીદીનો મહિમા પણ છે. પરંતુ આ વર્ષે અખાત્રીજના દિવસે સંખેડા જે સંખેડા તાલુકા અને છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાનું સોની બજાર પ્રખ્યાત છે. તેમાં ઘરાકીનો ખૂબ જ ઓછી જોવા મળી હતી. વેપારીઓના જણાવ્યાનુસાર માંડ 30 ટકા ઘરાકી રહી હતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લગ્નોને કારણે તે વખતે ઘરાકી સારી જોવા મળી હતી. પરંતુ હાલમાં આ ઘરાકી ખૂબ જ ઓછી જોવા મળી છે.

સંખેડામાં અખાત્રીજના દિવસે પણ સોનાચાંદીની ઘરાકી ઓછી જોવા મળી હતી. સોનાના ભાવ પણ રૂા. 51,000ની આસપાસ ચાલી રહ્યા છે. બિસ્કિટનો ભાવ 53000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. સંખેડાનું સોના બજાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અને મેવાસ વિસ્તારમાં જાણીતું છે. અનેક પ્રકારના સોનાના દાગીના સંખેડાના સોની બજારમાં મળે છે. જેથી અનેક ગામોમાંથી લોકો સોનાના દાગીના ખરીદવા માટે સંખેડા આવે છે.

મંગળવારે અખાત્રીજ હતી. સામાન્ય રીતે સોનાની ખરીદી માટે અખાત્રીજનો દિવસ અતિઉત્તમ ગણાય છે. પણ સંખેડામાં આ વર્ષે અખાત્રીજના દિવસે જોઈએ એટલી ઘરાકી જોવા મળી નહોતી. સોનાની ખરીદીમાં કોઇ ઉત્સાહ જોવા નથી મળ્યો. સોની બજારના વેપારી સૂત્રોના જણાવ્યાનુસાર આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઘણા બધા લગ્નો યોજાઈ ગયા હતા. એટલે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી સારી ઘરાકી રહી હતી. પણ ત્યારબાદ ઘરાકી ઓછી રહી છે. માંડ 30 ટકા જ ઘરાકી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોનાએ સમગ્ર દેશમાં પંજો ફેલાવતાં દરેક ક્ષેત્રે તેની અસર વર્તાઇ હતી. ધંધા રોજગાર ઠપ થઇ ગયા હતા. તહેવારોની ઉજવણી પણ ફિક્કી બની ગઇ હતી. ત્યારે સોના-ચાંદીના બજારોમાં પણ મંદી રહી હતી. સામાન્ય રીતે અખાત્રીજ જેવા વણજોયેલા મુહૂર્તમાં સોના-ચાંદીની વિશેષ ખરીદી થતી હોય છે. જોકે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં સોના-ચાંદીનું બજાર તેજીમાં હતું આથી અખાત્રીજે પણ એવી આશા હતી જે ઠગારી નીવડી હતી.

અન્ય સમાચારો પણ છે...