રજૂઆત:APMC તરફથી લીધેલો મોબાઇલ જમા નહી કરાવવાનો વાંધો રજૂ કરાયો

સંખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી અધિકારીએ વાંધાને ગ્રાહ્ય ન રાખી પાંચેય ઉમેદવારીપત્ર મંજુર કરાયા
  • સંખેડા​​​​​​​ APMCના ઉમેદવાર રાજેશ પટેલ વિરુધ્ધ વાંધા અરજી કરાઈ હતી

સંખેડા એપીએમસીના એક ડિરેક્ટરની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાઇ હતી. પાંચેય ઉમેદવારીપત્ર મંજૂર કરાયા છે. જોકે એક ઉમેદવાર રાજેશ પટેલ વિરુદ્ધ તેઓએ બજાર સમિતિ તરફથી લીધેલ મોબાઇલ જમા નહી કરાવવાનો વાંધો રજૂ કરાયો હતો. આ વાંધાને ગ્રાહ્ય રખાયો નહોતો. સંખેડા એપીએમસીમાં ખેડૂત વિભાગમાં એક ડિરેક્ટરની ખાલી પડેલી જગ્યા માટે ઉમેદવારીપત્ર તા. 4 ઓક્ટોબરે ભરાયા હતા. જેની તા. 5 ઓક્ટોબરના રોજ ચકાસણી હાથ ધરાઇ હતી. ચકાસણીમાં માત્ર બે જ ઉમેદવારો ભાવેશ પટેલ અને રાજેશ પટેલ હાજર રહ્યા હતા.

ઉમેદવારીપત્રની ચકાસણી શરૂ થતા જ ઉમેદવાર ભાવેશ પટેલે હરીફ ઉમેદવાર રાજેશ પટેલને વરસ 2016-17માં તેઓ ચેરમેન હતા. એ વખતે બજાર સમિતિ સંખેડા તરફથી અંદાજીત કિમત 30000 રૂપિયાનો મોબાઇલ ફોન ફાળવવામાં આવ્યો હતો. એ સંસ્થામાં જમા કરાયો ન હોવાનો વાંધો રજૂ કરીને ઉમેદવારીપત્ર અમાન્ય કરવાની લેખિત રજૂઆત કરી હતી.

જોકે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન વાંધો લેનાર આ બાબતે કોઇ યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા નહોતા. મોબાઇલ ફોન રાજેશભાઇએ જમા કરાવી દીધો હોવાનું જણાવ્યું હતું. જેથી ચુંટણી અધિકારી ધ્વારા આ વાંધાને કાઢી નાખવામાં આવ્યો હતો. અને ઉમેદવારી નોંધાવનાર તમામ પાંચેય ઉમેદવારોના ઉમેદવારીપત્ર મંજુર કર્યા હતા. તા. 8મીના રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો દિવસ છે. જે બાદચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...