તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી મૂકાવવા સંદર્ભે મીટિંગ:સંખેડામાં રસી ન મુકાવનારની દુકાન સીલ કરાશે, રસી માટે ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના રસી મુકાવવા 18થી 44 વરસના લોકોને અપીલ કરી. - Divya Bhaskar
કોરોના રસી મુકાવવા 18થી 44 વરસના લોકોને અપીલ કરી.
  • સંખેડા સેવાસદનમાં વેપારી મંડળ-વહીવટી તંત્રની કોરોના રસી મૂકાવવા સંદર્ભે મીટિંગ
  • રસી ન મુકાવી હોય તો દર 10 દિવસે આર.ટી.પી.સી.આર. રીપોર્ટૅ કઢાવવો

સંખેડા સેવાસદન ખાતે વેપારી મંડળ સાથે વહિવટી તંત્રએ મિટિંગ યોજીને સૌને કોરોના પ્રતિરોધક રસી મુકાવવા અંગે સમજુતી સાથે ગુરુવાર સુધીમાં રસી મુકાવવા માટેનું અલ્ટીમેટમ પણ આપ્યું કે કોરોના પ્રતિરોધક રસી ન મુકાવનાર વેપારીની દુકાનને સીલ કરાશે. કોરોનાની રસી મુકાવવા માટે 18થી 44 વરસના લોકો વધારે પ્રમાણમાં આગળ આવે માટે તંત્ર દ્વારા ખાસ પ્રયાસ તાલુકામાં કરાઇ રહ્યો છે. સંખેડા તાલુકા સેવાસદન ખાતે એસ.ડી.એમ. ઉમેશ શાહની અધ્યક્ષતા હેઠળ સંખેડાના વેપારીઓ સાથે મિટિંગ યોજાઇ હતી.

આ મીટીંગમાં સખેડા મામલતદાર કે.પી. પંડવાળા, ટી.ડી.ઓ. રીધ્ધીબેન રાજ્યગુરુ, ટી.એચ.ઓ.ડૉ.વૈશાલીબેન પરમાર, સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઇ દેસાઇ, પી.એસ.આઇ. એમ.એસ. સુતરીયા, વેપારી મંડળના હોદ્દેદારો રાજુભાઇ શાહ, શબ્બીરભાઇ તાઇ, ડે.સરપંચ મહેશભાઇ રાણા, હિતેશભાઇ વસાવા, નિતિનભાઇ શાહ વિગેરે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એસ.ડી.એમ. ઉમેશ શાહે વેપારીઓને ગુરુવાર સુધીમાં કોરોનાની રસી મુકાવી લેવા માટે જણાવ્યું હતું.

જો કોરોનાની રસી ન મુકાવી હોય તો દર 10 દિવસે કોરોનાનો આર.ટી.પી.સી.આર. રીપોર્ટૅ કઢાવવા જણાવ્યું હતું. રસી મુકાવવા માટે ગુરુવાર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ સમયમર્યાદામાં જે વેપારી રસી નહી મુકાવે એની દુકાન સીલ પણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. કેટલાક વેપારીઓ અને આગેવાનો રસીકરણ માટે મૂંઝવતા પ્રશ્નો રજુ કર્યા હતા. આ પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કેટલાક વિસ્તાર જ્યાં એક સાથે મોટી સંખ્યામાં 18થી 44 વરસના લોકો રસી મુકાવવા માટે આગળ આવતા હોય ત્યાં પણ વેક્સિનેશન કાર્યક્રમ યોજવા માટે તંત્ર દ્વારા તૈયારી બતાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...