જિલ્લા સંઘની ચૂંટણી:ના.ચૂંટણી અધિકારીને મતપેટી લીધા વિના જ પાછા ફરવાનો વારો

સંખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડામાં જિલ્લા સંઘની ચૂંટણીની મત પેટી લેવા DEO આવ્યા હતા

સંખેડા તાલુકા કન્યા શાળા ખાતે શિક્ષક સંઘની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જિલ્લા શિક્ષક સંઘની ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં 496 પૈકી 463 મતદારોએ મતદાન કર્યું હતું. દિવસ દરમિયાન શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલ્યું હતું. એક મતદાતા શિક્ષિકા સાંજે 4-59 વાગ્યે મતદાન કરવા માટે માત્ર એક મિનિટ પહેલા મતદાન કરવા માટે આવી હતી. મતપેટી છોટાઉદેપુર ખાતે લઇ જવા માટે નાયબ ચૂંટણી અધિકારી આવ્યા પરંતુ અહીંથી તેમને લીલા તોરણે પાછા મોકલાયા હતા.

સંખેડા તાલુકા કન્યા શાળા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું. સવારે મતદાન એકદમ તેજ ગતિથી ચાલતું હતું. જો કે બપોર બાદ બિલકુલ શાંતિ મતદાન મથક ઉપર પ્રવર્તતી જોવા મળી હતી. બપોરે વાતાવરણમાં ગરમીને કારણે એક મહિલા શિક્ષિકાની તબિયત અચાનક બગડતાં તેને મતદાન કરવાથી દૂર રહી હતી. જોકે આરામ કર્યા બાદ તબિયત સારી થતાં સાંજે મતદાન પાંચ વાગ્યે પૂરું થાય તેની માત્ર એક મિનિટ પહેલા જ મતદાન કરવા માટે આવી પહોંચી હતી.

સાંજે મતદાન પૂર્ણ થવા આવ્યું તે વખતે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીના નાયબ ચૂંટણી અધિકારી મહેશભાઈ પટેલ મતપેટી લેવા માટે સંખેડા કન્યા શાળા બુથ ઉપર આવ્યા હતા. પરંતુ તે વખતે ઉમેદવાર જગદીશભાઈ બારોટ તેમજ અન્ય દ્વારા મતપેટીને કોઈ અન્ય વ્યક્તિ લઈ જાય તેના બદલે ચૂંટણી અધિકારી અને પ્રિસાઇડિંગ લઈ જાય એવી રજૂઆત કરાઈ હતી. અત્યાર સુધી જિલ્લામાંથી કોઈ મતપેટી લેવા આવતા નથી અને જાહેરનામામાં પણ એવો કોઈ ઉલ્લેખ નથી. એમ જણાવતા મહેશભાઈ પટેલને અહીંથી લીલા તોરણે પાછું જવું પડ્યું હતું. મતપેટીને તાલુકા નાયબ ચૂંટણી અધિકારી હસમુખભાઈ બારીયા તેમજ પ્રિસાઈડિંગ ઓફિસર ભૂપેન્દ્રભાઈ બારીયા છોટાઉદેપુર મુકવા માટે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...