તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મૃત્યુના નવ મહિના પછી ખેડૂતે સંખેડા બેંક ઓફ બરોડાની શાખામાં ઋણ પાવતી ઉપર સહી કરી

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક માલપુરના ખેડૂતના પુત્રે વકીલ મારફતે BOB-સંખેડા અને તેના મેનેજરને નોટિસ પાઠવી
  • શાખાના મેનેજર સહિત આ કામમાં સંડોવાયેલા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ

સંખેડા તાલુકાના માલપુર ગામના પટેલ રમેશભાઇ હરમાનભાઇના પુત્ર હિતેશભાઇ રમેશભાઇ પટેલે તેમના વકિલ પ્રદીપભાઇ ઠાકર મારફતે બેંક ઓફ બરોડા સંખેડા શાખાને તેમજ મેનેજર બેંક ઓફ બરોડા સંખેડા શાખાને નોટીસ આપી છે. આ બાબતે વકિલ પ્રદીપભાઇ ઠાકરે આપેલી માહિતિ મુજબ માલપુરના રમેશભાઇ હરમાનભાઇ પટેલે સંખેડા બેંક ઓફ બરોડાની શાખામાંથી ખેતીની લોન તા.12 જાન્યુઆરી 2012ના રોજ લીધી હતી.

ત્યારબાદ વરસ નબળા જતા લોન ભરાઇ નહોતી. તારીખ 20 ઓક્ટોબર 2015ના રોજ રમેશભાઇ હરમાનભાઇ પટેલનું વડોદરા ખાતે અવસાન થયુ હતું. તા.25 જુલાઇ 2016ના રોજ બેંકે એક ખોટો ઋણ પાવતી પત્ર બનાવી હતી. જેમાં રમેશભાઇ પટેલની સહી હતી. આ દસ્તાવેજ મુજબ રમેશભાઇના મરણના લગભગ 9 મહિના પછી બેંકમાં સહી કરી આવ્યા એવો પૂરાવો ઉભો કરી કોર્ટમાં બેંકે દાવો પણ કરેલો હતો. પછી બેંકને ખબર પડી કે રમેશભાઇ મરણ ગયેલા છે. જેથી બેંકે દાવો પાછો ખેંચી લીધો હતો.

રમેશભાઇના પુત્રએ બેંક અને બેંક મેનેજરને નોટીસ આપીને તેમના પિતાના મરણ બાદના ખોટા દસ્તાવેજ બનાવીને ખોટો કેસ ઉભો કરનાર બેંક ઓફ બરોડાના તત્કાલીન અત્રેની શાખાના મેનેજર અને આ કામમાં સંડોવાયેલા કર્મચારીઓ વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરવા તેમજ ખાતાકિય તપાસ કરવી જો બેંક પગલા નહી ભરે તો હિતેશભાઇ રમેશભાઇ પટેલ જાતે પોલીસ ફરીયાદ કરશે.

અન્ય સમાચારો પણ છે...