તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નેનો યુરીયા લિક્વિડ ખાતર સંખેડા તાલુકામાં વેચાણ અર્થે આવ્યું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવ અને અસરકારરતાની દૃષ્ટિએ લિક્વિડ યુરીયા વધુ અસરકારક

સંખેડા તાલુકામાં લીક્વીડ યુરીયા ખાતર સહકારી સંસ્થાઓમાં વેચાણ અર્થે ઇફ્કો દ્વારા મુકાયું છે. જિલ્લાના અન્ય તાલુકાઓ માટે ડિસ્પેચ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ભાવ અને અસરકારરતાની દ્રષ્ટીએ લીક્વીડ યુરીયા ખાતર વધુ અસરકારક હોવાનું ઇફકોના સૂત્રોએ જણાવ્યું.

સંખેડા તાલુકામાં ખાતરનું વેચાણ કરતી વિવિધ સહકારી સંસ્થાઓમાં નેનો યુરીયા બોટલ જે પ્રવાહી યુરીયા સ્વરૂપે આવે છે. એનું વેચાણ શરૂ કર્યુ છે. આ બાબતે ઇફ્ફ્કોના જુનિયર ફિલ્ડ રીપ્રેઝન્ટેટીવ આયુષ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘દુનિયામાં સૌ પ્રથમ વખત જ આ પ્રકારનું યુરીયા ખાતર પ્રવાહી સ્વરૂપનું બનાવ્યું છે.

યુરીયા ખાતરની બેગ જે 267.50 રૂપિયાની આવે છે. એની સામે આ લીક્વીડ ફોર્મમાં આવતું નેનો યુરીયા બોટલની કિમત 240 રૂપિયા થાય છે. એક ખાતરની બેગ જેટલી અસર આ બોટલ આપે છે. એને સ્પ્રે કરીને છોડ ઉપર છાંટવાનો હોય છે. ડાયરેક્ટ જ છોડને નાઇટ્રોજન મળવાથી છોડને ફાયદો થાય છે. હાલમાં સંખેડા તાલુકામાં ખાતરનું વેચાણ કરતી તમામ સહકારી સંસ્થાઓમાં તેનું વેચાણ અર્થે મોકલી દેવાયેલ છે. જ્યારે અન્ય તાલુકાઓમાં તેને ડિસ્પેચને લગતી કામગીરી ચાલી રહી છે.’

અન્ય સમાચારો પણ છે...