કામગીરી:અરીઠા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

સંખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેપ્યૂટી સરપંચ અને છ સભ્યો દ્વારા દરખાસ્ત રજૂ કરાઇ

સંખેડાની અરીઠા જૂથ ગ્રામ પં.ના સરપંચ વિરુદ્ધ ડેપ્યૂટી સરપંચ અને છ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ હતી. સંખેડા તાલુકાની અરીઠા જૂથ ગ્રામ પંચાયતની તા 19 ડિસેમ્બર 2021 ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જ્યારે મતગણતરી તા.21 ડિસેમ્બરના રોજ હાથ ધરાઈ હતી. જેમાં શૈલેષભાઈ વસાવા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા હતા. જોકે તેમની પેનલમાંથી બે સભ્યો ચૂંટાયા હતા. જ્યારે અન્ય પેનલના બાકીના સભ્યો ચૂંટાયા હતા.

ગ્રા. પં.ની ચૂંટણીનું પરિણામ જાહેર થયાના 14 મહિના થવા આવતાં ડેપ્યૂટી સરપંચ અને અન્ય છ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત સરપંચ વિરુદ્ધ તલાટીને અપાઇ છે. આ બાબતે તલાટી પારસિંગભાઈએ જણાવ્યું હતું કે, "ડેપ્યૂટી સરપંચ સહિત છ સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આપી છે. આ દરખાસ્તની નકલ તાલુકા પંચાયતમાં તેમજ સરપંચને મોકલી આપવામાં આવેલ છે.’

અન્ય સમાચારો પણ છે...