ચૂંટણી:સંખેડામાં 10 બૂથમાં મહિલા મતદારો વધારે

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહાદરપુરના એક બૂથ ઉપર પુરુષ અને મહિલા મતદારોની સંખ્યા એક સરખી

સંખેડા તાલુકામાં કુલ 109 જેટલા મતદાર બૂથ છે. એમાંથી 10 જેટલા બૂથ એવા છે, જ્યાં પુરુષ મતદારો કરતા મહિલા મતદારોની સંખ્યા છે. જ્યારે બહાદરપુરના એક બૂથ ઉપર પુરુષ અને મહિલા મતદારોની સંખ્યા એક સરખી છે. સંખેડા તાલુકામાં કુલ 37 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે પણ એમાંથી સરપંચની 32 જગ્યાએ ચૂંટણી છે. પાંચ ગ્રામ પંચાયતો પૈકી એક સમરસ છે.

બાકીની એક પંચાયતમાં સરપંચ સભ્યો બિનહરીફ છે પણ બાકીના ચાર વોર્ડમાં ચૂંટણી જ નથી. જ્યારે ત્રણ ગ્રામ પંચાયતોમાં સભ્યોની ચૂંટણી છે. કુલ મતદારોની સંખ્યા 68,225 છે. જેમાંથી પુરુષ મતદારોની સંખ્યા 35,266 અને મહિલા મતદારોની સંખ્યા 32,959 છે. જે બૂથ ઉપર પુરુષ મતદારો કરતા મહિલા મતદારોની સંખ્યા વધારે છે એમાં દમોલી, માલ મંદિર ચોરા બસસ્ટેન્ડ પાસે, ગર્લ્સ હાઇસ્કૂલ ઉત્ત્ર વિભાગ, ઝરવણ, રામસીંગપુરા, દુધપુર, દ્વારકેશ હાઇસ્કૂલ પશ્ચિમ બાજુ-બહાદરપુર, ભુલવણ, કાળી તલાવડી અને લોટીયા છે.

અન્ય સમાચારો પણ છે...