તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુ:ખદ:બહાદરપુર-ગોલાગામડી વચ્ચેથી વધુ 14 પક્ષીઓના મૃતદેહ મળ્યા

સંખેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વધુ 14 જેટલા પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા જંગલખાતાના કર્મીઓ દોડી આવ્યા. - Divya Bhaskar
વધુ 14 જેટલા પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા જંગલખાતાના કર્મીઓ દોડી આવ્યા.
  • સંખેડામાં 3 દિવસમાં કુલ 62 પક્ષીઓ મૃત હાલતમાં મળ્યાં
  • તમામ પક્ષીઓના મોતનું કારણ ફૂડ પોઈઝનિંગ હોવાનું અનુમાન

સંખેડા તાલુકાના બહાદરપુર ગોલાગામડી વચ્ચે સસ્તા અનાજના ગોડાઉનની સામે વડના ઝાડ નીચેથી ગુરુવારે પણ મૃત પક્ષીઓ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગુરુવારે વધુ 14 જેટલા મૃત પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓના મોતનું કારણ પણ ફૂડ પોઇઝનિંગ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.સંખેડા તાલુકાના બહાદરપુર-ગોલાગામડી વચ્ચે વડના ઝાડની નીચેથી સતત ત્રણ દિવસથી મૃત પક્ષીઓ મળી રહ્યા છે. મંગળવારે 13 પક્ષીઓ બુધવારે 35 અને આજે 14 પક્ષીઓ મૃત હાલતમાં અહિયાથી મળી આવ્યા છે.

ગુરુવારે પણ અહીંયા મૃત પક્ષીઓના મૃતદેહ હોવાની જંગલખાતાને જાણ થતાં જંગલખાતાના કર્મચારીઓ અત્રે દોડી આવ્યા હતા અને આસપાસ પડેલાં પક્ષીઓના મૃતદેહોને એકત્ર કર્યા હતા. આ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અને ત્યારબાદ અગ્નિસંસ્કાર કરવાની કાર્યવાહી જંગલખાતા દ્વારા હાથ ધરાનાર હોવાની વિગતો આર.એફ.ઓ. એન.ટી.બારીયાએ જણાવ્યું હતું. આજે મળેલા પક્ષીઓના મોત અંગે પણ તેની પાછળ ફૂડ પોઇઝનિંગ હોવાનું કારણ પણ આ આરએફઓએ જણાવ્યું હતું.

તરફડી રહેલી એક કોયલને બચાવી લેવાઇ
બહાદરપુરને બર્ડ્ઝ એન્ડ એનિમલ રેસ્ક્યૂ ટીમના પ્રતિકભાઇના જણાવ્યા મુજબ અહીંયા સવારે પક્ષીઓના મૃતદેહ હતા. ત્યાં એક કોયલ તરફડતી હાલતમાં જોવા મળી હતી. જેથી તેને તરત જ લઈ સંખેડા પશુ દવાખાને લાવવામાં આવી હતી. અહીંયા ફરજ પરના તબીબે તેને સારવાર કરી હતી. જે બાદ આ કોયલની તબિયત સારી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...