સંખેડા તાલુકાના હાંડોદ સબયાર્ડમાં છેલ્લા 4 દિવસથી સતત કપાસના સાધનોની આવક 100થી વધુ રહી છે. કપાસના ભાવો પણ 10350થી 12500 રૂપિયા સુધીના આ ચાર દિવસમાં પડ્યા છે. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં કપાસની માગ વધતા ભાવમાં વધારો થયો હોવાનું કપાસના વેપાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા બે વર્ષથી કપાસની સારી આવક થઈ રહી છે. આ વર્ષે પણ સારી આવક થતી રોજ જોવા મળે છે. રોજ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા માટે અહીંયા આવે છે. છેલ્લા ચાર દિવસથી કપાસના 100થી વધુ સાધનો અહીં આગળ કપાસ વેચવા માટે આવ્યા છે. હરાજીથી થતાં કપાસની ખરીદીને લઇને ખેડૂતોને પણ આર્થિક ફાયદો થઇ રહ્યો છે.
રોજની 10 ગાડી સૌરાષ્ટ્ર-કડી જાય છે
હાંડોદ, કલેડિયા તેમજ બોડેલી, જેતપુર પાવી સેન્ટરો પરથી રોજની 10 ગાડી કપાસ ભરીને સૌરાષ્ટ્ર અને કડી વેચવા માટે જતી હોય છે.
કપાસના સાધનોની આવક અને ભાવ | ||
તારીખ | સાધનોની આવક | ભાવ (રૂપિયામાં) |
14 મે | 120 | 10350-11401 |
16 મે | 100 | 10500-12000 |
17 મે | 112 | 11450-12500 |
18 મે | 133 | 10500-12000 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.