સંખેડા તાલુકાના ગોવિંદપુરા-વડદલી ગામ પાસે ઓરસંગ નદીના પટમાં ચાલતા બિનઅધિકૃત રેતીખનન ઉપર ખાણ ખનીજ ખાતા રેડ કરી 1 રીતે ભરવાનું મશીન, 3 રેતી ભરેલી ટ્રકો ઝડપી રૂા. 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે.સંખેડા તાલુકાના ગોવિંદપુરા-વડદલી વચ્ચે ઓરસંગ નદીના પટમાં છેલ્લા કેટલાક સમયથી બેનંબરી રેતી ખનન ચાલતું હતું. જોકે શનિવારે ખાણખનિજ ખાતાના કર્મચારીઓ યોગેશ સવજાણી અને સચિન પરમારની ટીમે અહીંયા આકસ્મિક તપાસ હાથ ધરતા અહીંયા બેનંબરી રેતી ખનનનું કૌભાંડ ઝડપાયું હતું.
ખાણખનીજ ખાતાની ટીમ દ્વારા અત્રે રેડ કરાઈ ત્યારે ઓરસંગ નદીના પટમાં નાસભાગના દૃશ્યો સર્જાયા હતા. જો કે ખાણખનિજ ખાતાની ટીમ દ્વારા અત્રેથી 3 રેતી ભરેલી ટ્રકો અને 1 રીતે ભરવાનું મશીન ઝડપી કાઢવામાં આવ્યું હતું. ઝડપાયેલી 3 ટ્રકો અને રેતી ભરવાના મશીનને ગોલાગામડી ખાતે આવેલી ખાણ ખનીજ ખાતાની ચેકપોસ્ટ ઉપર મુકવામાં આવી છે.
જ્યારે રેતી ભરવાનું ઝડપાયેલ મશીન ગોવિંદપુરા સરપંચને તેની કસ્ટડી સોંપવામાં આવી છે.આ બાબતે ખાણ ખનીજ ખાતાના કર્મચારી યોગેશ સવજાણીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં આ ટ્રકો અને મશીન કોનું છે એની તપાસ ચાલી રહી છે. ઉપરાંત જે જગ્યાએ રેડ થઈ હતી અને આ બિનઅધિકૃત ખોદકામ ઝડપાયું હતું. ત્યાં નવું ખોદકામ થયેલું હોય એવું લાગ્યું હતું. જોકે હજુ વધુ તપાસ હાથ ધરાયેલી છે. આશરે રૂા. 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.