તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગોલાગામડી પાસે ટ્રાફિકના નિયમો તોડતાં રેતી ભરીને જતાં ટ્રક ચાલકોને મેમો આપ્યા

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાફિક પોલીસે રેતી ભરીને જતી 15થી વધુ ટ્રકોના ચાલકોને મેમો ફટકાર્યા
 • લાઇસન્સ વગરના ચાલકો તેમજ પાણી નિતરતી ટ્રકો વિરુદ્ધ કાર્યવાહી

સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે જિલ્લા ટ્રાફીક પોલીસે 15થી વધુ રેતી ભરીને જતી ટ્રકોના ચાલક પાસે લાયસન્સ ના હોય કે પછી પાણી નિતરતી રેતી ભરીને જતી ટ્રકો હોય એમની વિરુદ્ધ કાર્યવાહી કરી મેમા આપ્યા હતા. જોકે સંખેડા ગામના ચાર રસ્તા પાસેથી રોજ જ પાણી નિતરતી રેતી ભરેલી ટ્રકો પસાર થાય છે. જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા મેમા આપવાની કાર્યવાહી કરાતા આગળ અનેક ટ્રકો ઉભી રહી ગઇ હતી. તે કેટલીક અન્ય બીજા રસ્તા પરથી પસાર થઇ નીકળી ગઇ હતી.

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સંખેડા તાલુકામાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોના મૃત્યુ પામવાના બનાવ બનેલા છે.અકસ્માતમાં રેતી ભરેલી કે રેતી ભરવા જતી ટ્રક જ હતી. જેના કારણે ટ્રાફીક પોલીસ દ્વારા રેતી ભરીને વડોદરા તરફ જતી અને સંખેડા તાલુકાના ગોલાગામડી પાસેથી પસાર થતી રેતી ભરેલી ટ્રકો સામે સવારથી જ જિલ્લા ટ્રાફીક પોલીસે કામગીરી આરંભી હતી.અત્રે આવેલા ટ્રફીક શાખાના પી.એસ.આઇ.એ જણાવ્યું હતું કે રેતી ભરીને જતી ટ્રકોવાળા જેમની પાસે લાઇસંસ કે અન્ય જરુરી કાગળો ના હોય તેમને તેમજ રેતી ભરીને જતી ટ્રકોમાંથી પાણી નિતરતું હોય એમને મેમા આપવાનું શરૂ કર્યું છે. 15થી વધુ ટ્રકોને મેમા આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો