વાહન વ્યવહારને પણ અસર:સંખેડા-હાંડોદ રોડ ઉપર કાંસની સફાઈ બાબતે તંત્રની દુર્લક્ષતા

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડા-હાંડોદ રોડ ઉપરની કાંસની સફાઈ નહિ થતા ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે. - Divya Bhaskar
સંખેડા-હાંડોદ રોડ ઉપરની કાંસની સફાઈ નહિ થતા ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે.
  • સંકલનની બેઠકમાં કાંસની સફાઈ બાબતે ચર્ચા થઈ હતી
  • કાંસની સફાઈ ન કરાતાં ચોમાસામાં પાણી ભરાતાં વાહન વ્યવહારને અસર થશે

15 દિવસ અગાઉ તાલુકાની સંકલન બેઠકમાં સંખેડા-હાંડોદ રોડ ઉપર સુંદરવન સામેની કાંસની સફાઇ બાબતેની ચર્ચા થઇ હતી. પરંતુ હજી સુધી અહી કાંસની સફાઈ કરવામાં આવી નથી. આગામી દિવસોમાં ચોમાસામાં અહીંયા પાણી ભરાવાને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. વાહન વ્યવહારને પણ અસર થાય છે.

તારીખ 10 મેના રોજ સંખેડા તાલુકા સેવાસદનમાં સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં સંખેડા-હાંડોદ રોડ ઉપર સુંદરવન સોસાયટીની સામે આવેલી વરસાદી કાંસની સફાઈ બાબતેની ચર્ચા કરવામાં આવી હતી. આ કાંસની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી બારે માસ પાણી રહે છે. જેને કારણે ગંદકીનો માહોલ છવાયેલો રહે છે. મચ્છરનો ઉપદ્રવ વધે છે. અહીંયા કાંસ જમા થતાં પાણીના કારણે બારેમાસ ગંદકી રહે છે.

ક્યાંથી પાણી આવે છે એ પણ તપાસનો વિષય છે. આસપાસના રહેણાંક મકાનો કે દુકાનો ક્યાંથી પાણી આવે છે. એ બાબતે સ્થાનિક પંચાયત ધ્યાન આપે એ ઇચ્છનીય બન્યું છે. વધુમાં કેટલીક ખાણીપીણીની લારીઓવાળા પણ ગંદુ પાણી અહીંયા નાખી જતા હોવાની ચર્ચા છે. છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસા દરમિયાન આ વરસાદી કાંસમાં પાણી ભરાવાને કારણે રસ્તા ઉપર પાણી ફરી વળે છે.

રસ્તા ઉપર પાણી ફરી વળવાને કારણે સંખેડા-હાંડોદ રોડ ઉપરનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ જાય છે. વાહનવ્યવહારને અસર થાય છે. વરસાદી કાંસની સફાઈ બાબતે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સતત દુર્લક્ષ પણ સેવાતુ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...