સંખેડા ડીબી પારેખ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લાનું આઠમું ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેનો મુખ્ય વિષય તકનીકી અને રમકડા હતો. કુલ 60 જેટલી કૃતિઓ પ્રદર્શિત થઈ હતી. ત્રણ દિવસ સુધી આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન અત્રે ચાલશે.
સંખેડા ડીબી પારેખ હાઈસ્કૂલના પટાંગણમાં આજથી ત્રિદિવસીય છોટાઉદેપુર જિલ્લા કક્ષાનું આઠમું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન શરૂ થયું છે. જેનું ઉદ્ઘાટન છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ, છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાચાણી, છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઈમરાનભાઈ સોની, ડાએટના પ્રાચાર્ય બેલાબેન શાહ,બોર્ડ સભ્ય મુકેશભાઈ પટેલ, બી.આર.સી.વિમલભાઈ પટેલ, શાળાના આચાર્ય ચિરાગભાઈ શાહ વિગેરે સહિત વિવિધ શિક્ષક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શાળાના સ્પર્ધકોને પેડ આપવાની જાહેરાત કરાઈ હતી. છોટાઉદેપુર જિલ્લા કક્ષાના આઠમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં મુખ્ય વિષય તકનીકી અને રમકડા હતો. જેમાં વિભાગ-1માં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ અને નાવીન્ય,વિભાગ-2માં ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને પર્યાવરણીય ચિંતાઓ, વિભાગ-3માં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા,વિભાગ 4માં પરિવહન અને નાવીન્ય, વિભાગ 5 અમાં વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ અને વિભાગ 5 બમાં આપના માટે ગણિત એમ વિવિધ વિભાગમાંથી 30 પ્રાથમિક શાળાઓની અને 30 જેટલી એસ.વી.એસ.કક્ષાની કૃતિઓ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.