આયોજન:સંખેડા ડી.બી.પારેખ હાઇસ્કૂલમાં મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ

સંખેડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંડર 17 એથ્લેટિક્સમાં ફેંક, કૂદ અને દોડની સ્પર્ધામાં 268 ખેલાડીઓએ ભાગ લીધો

સંખેડા ડી.બી.પારેખ હાઇસ્કૂલના મેદાનમાં જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની એથ્લેટીક્સ યોજાઈ હતી. જિલ્લામાંથી 268 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ ખેલ મહાકુંભ સ્પર્ધા સવારે 9 વાગ્યે શરૂ કરી દેવામાં આવી છે.

જેથી સ્પર્ધકોને ગરમીના કારણે કોઈ સમસ્યા ન રહે. ઉપરાંત 108 એમ્બ્યુલન્સ પણ અહીંયા હાજર રખાઈ હતી. લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેક, ચક્ર ફેક, બરછી ફેંક તેમજ વિવિધ દોડની સ્પર્ધા યોજાઇ હતી. અહીંયા વિજેતા બનેલા વિવિધ સ્પર્ધાના સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે. ગુરુવારે ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની ઓપન એજ વિભાગની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાશે. તેમજ શુક્રવારના રોજ અંડર 14 જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...