તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સંખેડામાં DSPની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
લોકદરબારમાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. - Divya Bhaskar
લોકદરબારમાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
 • સંખેડાના સ્થાનિક આગેવાનો દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યાં

સંખેડા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતા હેઠળ લોકદરબાર યોજાયો હતો. સ્થાનિક આગેવાનોએ વિવિધ રજૂઆતો કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકે પણ કેટલાક સૂચનો કર્યા હતા. સંખેડા પોલીસ સ્ટેશનના વાર્ષિક નિરિક્ષણ દરમિયાન શનિવારે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની અધ્યક્ષતા હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ, સંખેડા પી.એસ.આઇ. એમ. એસ. સુતરિયા, સંખેડા તા.પં. ઉપપ્રમુખ સંજયભાઇ દેસાઇ, સંખેડા જિ.પં.સભ્ય નિતિઇનભાઇ શાહ સહિત તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ લોકદરબાર દરમિયાન બહાદરપુર ગ્રા.પં. સભ્ય ભૌમિક દેસાઇએ બહાદરપુર આઉટ પોસ્ટ ખાતે પોલીસ કર્મચારીઓને રહેવા માટેના ક્વાર્ટર જર્જરીત હોવાથી નવા બનાવવા માટેની રજૂઆત કરી હતી. સંખેડા તા.પં. સભ્ય ચેતનભાઇ પટેલે મેવાસ વિસ્તાર મોટો હોવાના કારણે મેવાસ વિસ્તારમાં એક આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટેની રજૂઆત કરી હતી. સંખેડા ખાતે હોમગાર્ડ યુનિટ માટેની ઓફીસ બનાવવાની રજૂઆત કરાઇ હતી. સંખેડા ગામની ભાગોળે દુકાનોમાં કેટલીક વખત ચોરી થતી હોવાના કારણે ત્યાં પેટ્રોલિંગ વધારવા રજૂઆત સંજયભાઇ દેસાઇએ કરી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પણ સંખેડામાં બે-ત્રણ જાહેર સ્થળો ઉપર સ્પીકર મુકીને તેના દ્વારા ગ્રામજનોને જરૂરી સૂચના આપી શકાય એવુ આયોજન ગોઠવવા માટે સૂચન કર્યું હતું. વધુમાં સુરક્ષા સેતુમાં ફંડ આવે છે. તેમાંથી પ્રજાને ઉપયોગી અનેક આયોજન થઇ શકે છે. એના માટે આયોજન પણ કરાયું હતું. પણ કોરોનાના કારણે શક્ય બન્યુ ના હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો