તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક સસ્પેન્ડ:શિક્ષક માટે ગ્રામજનોની પ્રાથમિક શાળાને તાળાબંધી

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષકના સમર્થનમાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી. - Divya Bhaskar
શિક્ષકના સમર્થનમાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી.
  • નાણાં બાળકોના ખાતામાં નાખવાને બદલે સેલ્ફ ચેકથી ઉપાડી લેતા શિક્ષક સસ્પેન્ડ
  • શિક્ષકના હિતમાં કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી કરી રખાશે-ગ્રામજનો

સંખેડા તાલુકાની કાળીતલાવડી પ્રાથમિક શાળાના તત્કાલીન મુખ્ય શિક્ષક સુનિલ ઠાકરને સસ્પેન્ડ કરાયાના બીજા દિવસે કાળીતલાવડી ગામના ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી શિક્ષકના સમર્થનમાં ગ્રામજનો છોટાઉદેપુર ખાતે જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીને રાજુઆત કરવા પહોંચ્યા હતા.

ફૂડ સિક્યોરિટીના નાણાં બાળકોના ખાતામાં નાખવાના બદલે સેલ્ફ ચેકથી ઉપાડી લીધા હોવા બાબતેની અરજી થયા બાદ તારીખ 5 જૂનના રોજ કાળીતલાવડી પ્રાથમિક શાળામાં તપાસ હાથ ધરાઈ હતી. જે બાદ ગઈકાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સુનિલ ઠાકરને ફરજ મોકૂફ કરવા માટેનો હુકમ કર્યો હતો.

જોકે સુનિલ ઠાકરના સમર્થનમાં કાળીતલાવડી ગામના ગ્રામજનો આવ્યા હતા. બુધવારે ગ્રામજનોએ ગામની પ્રાથમિક શાળાના તત્કાલીન મુખ્ય શિક્ષક સુનીલ ઠાકરના સમર્થનમાં આવીને ગામની પ્રાથમિક શાળાની તાળાબંધી કરી હતી. ગામના આગેવાનો સુનિલ ઠાકરના સમર્થનના પ્લેકાર્ડ લઈને ઉભા રહ્યા હતા. જ્યાં સુધી આ અંગેનો કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી તાળાબંધી રાખવામાં આવશે, એવું સ્થાનિક આગેવાન અનવરભાઈ મલકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...