સજાનો હુકમ:છોટાઉદેપુરમાં રેતી ખનન થતું અટકાવનારની હત્યા કરનારને આજીવન કેદ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમાન રાઠવા - Divya Bhaskar
ગુમાન રાઠવા
  • ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બંદુકનું લાઈસન્સ ગુમાન રાઠવાના પિતા રિછડીયા રાઠવાનું હતું
  • મોટીકનાસ ગામમાં બનેલી ઘટનામાં પિતાને પણ 3 વર્ષની કેદ

છોટાઉદેપુર જિલ્લાના મોટીકનાસ ગામની સીમમાં રેતી કાઢવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ખડકવાડા ગામના ગુમાનભાઈ રાઠવાએ તેના પિતાની બંદૂકથી રાયસિંગ ખુમસિંગની બંદૂકથી ફાયરિંગ કરી ગોળી મારી હત્યા કરી હતી. હત્યાના આ ગુનાના મુખ્ય આરોપીને આજીવન સખત કેદની સજા તેમજ તેના પિતા જેના નામની આ બંદૂક હતી. તેને 3 વર્ષની કેદની સજાનો હુકમ છોટાઉદેપુર સેશન્સ કોર્ટે કર્યો.

રિછડીયા રાઠવા
રિછડીયા રાઠવા

સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.ડી. પટેલે આ હુકમ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથકના વિસ્તારમાં આવેલ મોટીકનાસ ગામના સીમાડાની ઓરસંગ નદીમાંથી ખડકવાડા ગામનો ગુમાન રાઠવા રેતી કઢાવતો હતો.

તેમના ગામની નદીમાંથી રેતી કાઢવાની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપી ગુમાન રાઠવા તેમના પિતા રિછડિયાભાઈ કાળિયાભાઈ રાઠવાની લાયસન્સવાળી બંદુકમાંથી ફાયરીંગ કરીને રાયસીંગભાઈની છાતીના ભાગે ગોળી મારી ગંભીર ઇજા કરી તેનું મોત નીપજાવી અને ત્યા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બાબતેનો કેસ છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતા છોટાઉદેપુર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.ડી.પટેલે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખીને આ ગુનાના કામે રીછડીયાભાઇ કાળીયાભાઈ રાઠવાને આર્મ્સ એકટના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. અને હત્યા કરનાર આરોપી ગુમાનભાઈ રિછડીયાભાઈ રાઠવાને આજીવન સખત કેદની સજાનો હુકમ કર્યો.

અન્ય સમાચારો પણ છે...