તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પડવાણ ગામે રેશનિંગની દુકાનનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયું

સંખેડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનમાં ચેકિંગ દરમિયાન અનાજના જથ્થાની ઘટ જણાઈ
  • રેશનિંગની દુકાનના સંચાલકને 2,35,533 રૂપિયાનો દંડ કરાયો

સંખેડા તાલુકાના પડવાણ ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલકની દુકાનની આકસ્મિક તપાસ દરમિયાન અનાજનો જથ્થાની ઘટ જણાઈ હતી. તેથી દુકાનનું લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવા તથા રેશનકાર્ડ ધારકોને ઓછો આપવામાં આવેલ જથ્થાના બજારભાવ તફાવતની બમણી રકમ 227848નો દંડ મળી કુલ 235533 રૂા.ની વસૂલાત કરવા જિલ્લા પૂરવઠા અધિકારીએ આદેશ કર્યો.સંખેડા તાલુકાના પડવાણ ગામની સસ્તા અનાજની દુકાનનો સંચાલક પ્રભાતભાઇ રાયસીંગભાઇ ભીલ ગામની એક વ્યક્તીને લઇને ભાગી ગયો હતો.

જે બાદ સંખેડા મામલતદાર અને નાયબ મામલતદાર (પૂરવઠા) દ્વારા આ સસ્તા અનાજની દુકાનની આકસ્મિક ચકાસણી કરાઇ હતી. ચકાસણી દરમિયાન અનેક પ્રકારની ક્ષતિઓ મળી આવી હતી. ઉપરાંત પ્રત્યક્ષ જથ્થાનું મેળવણું કરતા દુકાનદારના ઓનલાઇન લોગીનમાં દેખાતા ફિઝીકલ સ્ટોક ડેશબોર્ડ સાથે કરતા જથ્થામાં તફાવત જોવા મળ્યો હતો. ઉપરાંત આ દુકાનમાં સમાવિષ્ટ કુલ 155 એન.એસ.એસ.એ. રેશનકાર્ડ પૈકી 101 રેશનકાર્ડની તપાસણી કરાઇ હતી. જેમાંથી 7 રેશનકાર્ડ ધારકોએ અનાજનો જથ્થો બરાબર મળેલ હોવાનું અને 94 રેશનકાર્ડ ધારકોએ અનાજનો જથ્થો મળેલ ના હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

જિલ્લા પૂરવઠા અધિકારીએ આ તપાસ સંદર્ભે કરેલા હુકમ મુજબ પ્રભાતભાઇ રાયસીંગભાઇ ભીલ સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પડવાણએ પરવાના પેટે મુકેલ ડિપોઝીટની પૂરેપૂરી રકમ રૂપિયા 5000 રાજ્યસાત કરવા તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 6એ હેઠળ તપાસણી દરમિયાન પ્રત્યક્ષ જથ્થાની ચકાસણી કરતા ઘંઉ 2637 કિલો, ચોખા 1672 કિલો, ખાંડ 371.044 કિલો, ચણા 60 કિલો, તુવેરદાળ 200 કિલો તથા મીઠુ 152 કિલો ઘટ અન્વયે મામલતદાર સંખેડા દ્વારા એન.એફ.એસ.સે. ઘંઉ 1050 કિલો સીઝ કરેલ છે. જેને રાજ્યસાત કરવામાં આવ્યો છે.

ડીપોઝીટની રકમ 5000 રૂપિયા રાજ્યસાત કરવા, સીઝ કરેલા જથ્થાના 10 જથ્થાની રકમ 2685 રાજ્યસાત કરવા તથા રેશનકાર્ડની ચકાસણી કરાતા રેશનકાર્ડ ધારકોને ઓછો આપવામાં આવેલ જથ્થાના બજાર ભાવ તફાવતની બમણી રકમ રૂપિયા 227848 દંડ મળીને કુલ 235533 રૂપિયા વસૂલાત કરવા તથા દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ્દ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...