તુવેરના પાકને નુકસાન:કેનાલની સફાઈ વિના પાણી છોડાતાં તુવેરનો પાક બગડ્યો

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોલાગામડી માઇનોર કેનાલની સફાઈ કર્યા વિના પાણી છોડાતા કેનાલનું પાણી છલકાઇ ખેતરમાં ઘૂસતા પાકને નુકશાન થયું છે. - Divya Bhaskar
ગોલાગામડી માઇનોર કેનાલની સફાઈ કર્યા વિના પાણી છોડાતા કેનાલનું પાણી છલકાઇ ખેતરમાં ઘૂસતા પાકને નુકશાન થયું છે.
  • ગોલાગામડી પાસે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે
  • માઇનોર કેનાલનું પાણી ખેતરમાં ઘૂસી જતાં ખેતરો કવેળાના ભીંજાયા

ગોલાગામડી વસાહત નજીક નર્મદાની માઇનોર કેનાલમાં પાણી છોડાતા આ પાણી નજીકના ખેતરમાં છલકાઇને જતાં ખેતરમાં વાવેતર કરેલ તુવેરના પાકને નુકસાન થયું હતું. કેનાલ સાફ કર્યા વિના પાણી છોડાતાં પાણી કેનાલમાં છલકાયું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે તાજેતરમાં નર્મદા કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. કેનાલના પાણી ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે. પણ ગોલાગામડી વસાહત પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલની સફાઈ કર્યા વિના જ પાણી છોડી દેવાતા પાણી કેનાલમાંથી છલકાયું અને નજીકના ખેતરમાં પાણી ભરાયું હતું.

ગોલાગામડી વસાહતના પ્રવીણભાઈ નામના ખેડૂતે આ ખેતરમાં એક અઠવાડિયા અગાઉ તુવેરનું વાવેતર કર્યું હતું. તુવેરનું વાવેતર કરેલા આ ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતાં તુવેરના પાકને નુકસાન થયું હતું. તેમણે જણાવ્યું હતું કે,”કેનાલની સફાઈ કર્યા વિના જ પાણી છોડી દેવાતા છલકાઇને પાણી ખેતરમાં આવ્યું છે. આ જ માઇનોર કેનાલમાં આગળ પણ પાણી છલકાયું છે. રાત્રે જ પાણી આવી ગયું હતું જેથી કોઈ ખબર પડી પણ નથી. સવારે જ્યારે ખેતરે ગયા ત્યારે ખેતરમાં પાણી જોવા મળ્યું હતું.’

કપાસના પાકને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત
ખરીફ પાકોને સિંચાઈના પાણીની હાલમાં તાતી જરૂરિયાત છે. એમાં પણ સૌથી વધુ જરૂરિયાત કપાસના પાકને રહે છે. હાલમાં કપાસના ભાવો પણ ઘણા સારા હોઇ ખેડૂતો પણ સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા હતા. કપાસના પાકને યોગ્ય પાણી મળી રહે તો કપાસનો ઉતારો પણ વધુ સારો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...