સમસ્યા:લઢોદ સુગર ફેકટરીને શેરડી પીલાણની 5 વર્ષથી મંજૂરી ન મળતાં આજે ય બંધ

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંજૂરીના અભાવે સુગર ફેકટરી હાલ બંધ હાલતમાં છે. - Divya Bhaskar
મંજૂરીના અભાવે સુગર ફેકટરી હાલ બંધ હાલતમાં છે.
  • પીલાણની મંજૂરી મળે તો આ વિસ્તારમાં શેરડીની ખેતી સારા પ્રમાણમાં થઇ શકે
  • શેરડીથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય, અનેક વિનંતી છતાં મંજૂરી ન મળી

છેલ્લા પાંચ વર્ષથી સરકાર દ્વારા લઢોદ સ્થિત સુગર ફેક્ટરીને પીલાણની મંજૂરી ન મળતા આજે પણ આ સુગર ફેક્ટરી બંધ પડેલી હાલતમાં છે. જો શેરડી પીલાણની મંજૂરી મળે તો આ વિસ્તારમાં શેરડીની ખેતી સારા પ્રમાણમાં થઈ શકે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો પણ થઈ શકે.છોટાઉદેપુર જિલ્લામાં એકમાત્ર સુગર ફેક્ટરી આવેલી છે જે બોડેલી તાલુકાના લઢોદ ગામે આવેલી છે. આ વિસ્તારમાં સિંચાઇની સારી વ્યવસ્થા છે. જેને કારણે આ વિસ્તારની જમીન પિયત છે. જેથી સુગર ફેક્ટરી ચાલુ થાય તો શેરડીનું વાવેતર થઇ શકે અને જેના થકી ખેડૂતોની આવક પણ વધી શકે.

છેલ્લે 2014-15થી 2016-17 સુધી શેરડી પીલાણની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદથી શેરડી પીલવાની મંજૂરી આજદિન સુધી મળી નથી. ખાંડ નિયામક ગાંધીનગરને આ વિસ્તારના ખેડૂતો અને સુગર ફેક્ટરી તરફથી વિનંતી પત્ર લખવા છતાં હજી સુધી આ વિનંતી ગ્રાહ્ય લખાય નથી. જેને કારણે સુગર ફેક્ટરી આજે પણ બંધ છે. લઢોદની સીતારામ સુગર એન્ડ એલાઈડ ઇન્દ્રસ્ટ્રીઝ છે. એની આસપાસના 50 કિમી વિસ્તારમાં અન્ય કોઈ સુગર ફેકટરી પણ નથી.

શેરડી પીલાણની કાયમી મંજૂરી મળે તો આ વિસ્તારમાં શેરડીનું વાવેતર પણ થાય અને ખેડૂતોને તેના સારા ભાવનો લાભ પણ મળી શકે. આ વિસ્તારનું વાતાવરણ પણ શેરડીના પાકને અનુકૂળ છે. ભૂતકાળમાં સહકારી ધોરણે અહીંયા સુગર ફેકટરી ચાલતી હતી. આ વિસ્તારમાં શેરડીની ખેતીને માવઠા કે પાછોતરા વરસાદથી પણ નુકશાન થતું નથી.

માત્ર શેરડી પીલાણની મંજૂરી જ નથી અપાતી, બાકી સુગરનો ધમધમાટ ચાલે
આ વિસ્તારના સંખેડા, બોડેલી અને નસવાડી તેમજ અન્ય તાલુકામાં શેરડીની ખેતી સારી થઈ શકે એમ છે. સરકારે ભૂતકાળમાં માત્ર 3 વર્ષ જ અને તે પણ ત્રણ-ત્રણ મહિના જ મંજૂરી આપી હતી. જો સરકાર શેરડી પીલાણની મંજૂરી આપે તો ખેડૂતોને ફાયદો થાય અને સુગરનો ધમધમાટ ફરી શરૂ થાય.

વડાપ્રધાન બોડેલી આવે ત્યારે ખેડૂતો માટે કોઈ જાહેરાત થાય એવી લાગણી
આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલી આવે એવી શક્યતા છે. ખેડૂતોની આવક વધે એ માટે વડાપ્રધાન સતત પ્રયત્નશીલ રહે છે. આ વિસ્તારની એક માત્ર સુગર ફેકટરી જેમાં શેરડી પીલાણ શરૂ કરવાની મંજૂરી આપવા કોઈ જાહેરાત કરે એવી લાગણી વ્યક્ત થઇ રહી છે.

3 વર્ષ ચાલી ત્યારની આવક અને વાવેતર વિસ્તાર

વર્ષશેરડીની આવકવાવેતર વિસ્તાર
2014-1545000 મેં.ટન.5000 એકર
2015-16126000 મેં.ટન.7000 એકર
2016-17162000 મેં.ટન.7000 એકર
અન્ય સમાચારો પણ છે...