ભાસ્કર વિશેષ:સંખેડામાં સૌથી વધુ મતદારો ધરાવતું બૂથ કુકરદા-1

સંખેડા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા વિધાનસભામાં 385 બુથ છે. - Divya Bhaskar
સંખેડા વિધાનસભામાં 385 બુથ છે.
  • સૌથી ઓછા 103 મતદારો ધરાવતું બૂથ છે શેખલાલ ગામડી
  • કુકરદા-1 પર 1409 મતદારો, અલીખેરવા-4 અને સાંકળ(પી) બૂથ ઉપર મહિલા મતદારો વધુ

સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં 385 બૂથ છે. જેમાં મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટું બૂથ નસવાડી તાલુકાનું કુકરદા-1 છે. જ્યારે સૌથી ઓછા મતદારો ધરાવતું બૂથ સંખેડા તાલુકાનું શેખલાલ ગામડી છે. પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધારે હોય એવા બૂથ અલીખેરવા-4 અને સાંકળ(પી) છે. છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ચૂંટણીની કામગીરી સાંગોપાંગ પાર પાડવા માટે વહીવટી તંત્ર પણ દિવસ-રાત મહેનત કરી રહ્યું છે.

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી વિધાનસભા 139-સંખેડા છે. 385 બૂથ ધરાવતા આ વિધાનસભા મત વિસ્તારમાં 385 બૂથ પૈકી નસવાડીના કુકરદા-1 બૂથ મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટું બૂથ છે. અહીં કુલ મતદારોની સંખ્યા 1409 છે. જ્યારે સૌથી ઓછા મતદારો ધરાવતું બૂથ સંખેડા તાલુકાનું શેખલાલ ગામડી છે. અહીંયા કુલ મતદારોની સંખ્યા 103 છે.

સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં 385 બૂથ પૈકી માત્ર બે જ બૂથ એવા છે કે જ્યાં પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધારે છે જે છે બોડેલી તાલુકાનું અલીખેરવા-4 અને નસવાડી તાલુકાનું સાંકળ(પી). અલીખેરવા-4 બૂથ ઉપર પુરુષ મતદારોની સંખ્યા 366 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 410 છે. 44 મહિલા મતદારો આ બૂથ ઉપર વધારે છે. જ્યારે આવું બીજું બુથ છે સાંકળ(પી) અહીંયા પુરુષ મતદારોની સંખ્યા 580 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 623 છે. 43 મહિલા મતદારો વધારે છે.

અન્ય સમાચારો પણ છે...