ભાસ્કર વિશેષ:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - મંગલભારતીમાં પોષણ વાટિકા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100થી વધુ ખેડૂત મહિલાઓ તથા 130થી વધુ કોલેજની કન્યાઓએ ભાગ લીધો

યુનાઈટેડ નેશન દ્વારા વર્ષ –2023ને ‘આંતર રાષ્ટ્રીય અનાજ પોષક વર્ષ’ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. ભારત સરકાર દ્વારા દેશમાંથી કુપોષણને નાથવા માટે આ પોષક અનાજ (હલકા ધાન્ય પાકો) ખૂબ જ અગત્યના છે અને તેનો ઉપયોગ અને સમાજમાં જાગૃતિ આવે અને ખેડૂતો તેવા પાકોની વાવણી કરતા અને તેનો ખોરાકમાં ઉપયોગ કરતા થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતું છે.

આ કાર્યક્રમનું ઉદઘાટન નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીય કૃષિ મંત્રી, ભારત સરકાર દ્વારા હૈદરાબાદ ખાતેથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેશના 700 કરતા વધારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે 1 લાખથી વધારે ખેડૂતો ઓનલાઈનના માધ્યમથી જોડાયા હતા. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશમાંથી કુપોષણ નાથવાનો સંકલ્પ આ પ્રયત્નોના કારણે સફળ થશે એવી આશા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ખેડૂતોને શાકભાજી, બિયારણ કીટ અને ફળપાકોના રોપાઓનું વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં મહારાજા સયાજીરાવ યુનિ. વડોદરાના ફૂડ અને ન્યુટ્રીશન વિભાગના વડા હેમાંગીનીબેન ગાંધી દ્વારા પોષણ થાળી વિશે હાજર ખેડૂત મહિલાઓને માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં 100 કરતા વધારે ખેડૂત મહિલાઓ તથા 130થી વધારે કોલેજની કન્યાઓએ ભાગ લીધો હતો અને તેઓને પોષણયુક્ત નાસ્તો તેમજ ભોજન પણ પીરસવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...