તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સંખેડામાં ગુરૂવારથી કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

સંખેડા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કેજીબીવીમાં તા.6મેથી કોવિડ કેર સેંટર શરૂ કરાશે. - Divya Bhaskar
કેજીબીવીમાં તા.6મેથી કોવિડ કેર સેંટર શરૂ કરાશે.
 • સંખેડા તાલુકામાં હાલમાં કોરોના પોઝિટિવ દર્દીને ઘરે ક્વોરન્ટાઈન થવુ પડે છે
 • તાલુકામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટેની રજૂઆત વેપારીઓ દ્વારા કરાઇ હતી

સંખેડા ખાતે કેજીબીવી ખાતે કોવિડ કેર સેન્ટર બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. છેલ્લા કેટલાય દિવસોથી સંખેડા ખાતે કોવિડ કેર સેન્ટર બનાવવા માટેની માગ થઇ રહી છે. છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીના જણાવ્યાનુસાર ગુરુવારે કોવિડ કેર સેન્ટર શરૂ થઇ જશે.સંખેડા તાલુકામાં કોરોના પોઝિટિવ આવે તેમને ઘરે ક્વોરન્ટાઈન થવુ પડે છે અને જરૂરીયાત જણાય તો છોટાઉદેપુર દાખલ થવુ પડે છે. જે 70 કિલોમીટર દૂર થાય છે. જેથી સંખેડામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટેની રજૂઆત વેપારીઓ દ્વારા કરાઇ હતી.

આ વેપારીઓની આ માગ બાદ રાજકીય આગેવાનો દ્વારા પણ સંખેડામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટેની શક્યતાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સંખેડા કેજીબીવી ખાતે કોવિડ કેર સેન્ટર બનાવવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં પહોચી છે. છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે જણાવ્યુ હતુ કે સંખેડા સહિત નસવાડી, કવાંટ અને જેતપુર પાવી ખાતે તા.6 મેના રોજથી કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો