તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડા તાલુકાની કાવિઠા ગ્રામ પંચાયતમાં આવેલ ચંદાનગર અને ઝાબ વસાહતમાં 30 વર્ષ બાદ પીવાની પાણીની સમસ્યા સ્થાનિક સરપંચ, મહિલા ડેપ્યુટી સરપંચ, સં.તા.પં.પ્રમુખ તેમજ ઉપપ્રમુખ અને પંચાયત સાથે જોડાયેલા કેટલાક આગેવાનોએ હલ કરી હતી.ચંદાનગર વસાહતમાં તો આશરે 3.5 કિ.મી. લાંબી લાઇન કરી અને ઝાબ વસાહતમાં આશરે 700 મીટર પાણીની લાઇન કરી પાણી પહોચાડ્યું છે.
સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયતમાં આવેલી ચંદાનગર વસાહતમાં પીવાના પાણીની સમસ્યા હતી. નર્મદા નિગમ દ્વારા ટેન્કર મારફતે પાણી અપાતું હતું. પણ કેટલીક વાર એ પાણી પૂરુ થતું નહોતું. ઉનાળામાં સૌથી વધુ મુશ્કેલી પડતી હતી. કાવિઠા આગેવાન મનોજભાઇ સોલંકી દ્વારા આ બાબતે સંખેડા તા.પં.ઉપપ્રમુખ સંજયભાઇ દેસાઇને જાણ કરી હતી. જેથી સંજયભાઇ દેસાઇએ આ વસાહતની મુલાકાત કરીને પાણીની સમસ્યા હલ થાય એ દિશામાં પ્રયાસ કર્યો હતો. જેના માટે ટ્રાઇબલ,એટીવીટી, 15 ટકા આયોજન અને ગ્રામ્ય કક્ષા નાણાપંચ એમ ચાર યોજના ભેગી કરીને 3.5 કિ.મી લાંબી લાઇન કરીને પાણી પહોચાડ્યું છે.
અહિયા બોરના પાણી પીવાલાયક નથી મળતા. કાવિઠામાં બોર કરી 6 નું પાણી મળ્યું હતું. ઉનાળાના સમયમાં ખુબ જ વિકટ સ્થિતિ બનતી હતી. જરૂરીયતાના સમયે પીવાના પાણીની સુવિધા પુરી પડાઇ હતી. તા.પં.પ્રમુખ અરુણાબેન તડવી અને ઉપપ્રમુખ સંજયભાઇ દેસાઇએ પ્રયાસ કરીને ગ્રાન્ટનું આયોજન કર્યું હતું. કામ લોકોની સમસ્યા હલ કરીને 15 લાખ રૂપિયાની લાઇન ગ્રાન્ટ આવતા પહેલા એડવાન્સમાં કામ કરી દીધું પછી ગ્રાન્ટ મંજૂર કરાઇ હતી.
જ્યારે ઝાબ વસાહતમાં પણ જેટલા હેંડ પંપ છે. એ હેંડપંપનું પાણી ખારુ આવતું હતું. જેથી અહિયા ટેન્કર તો આવતું હતું પણ પંચાયત સરપંચ નરેન્દ્રભાઇ તડવી,ઉપસરપંચ જ્યોતીબેન મનોજભાઇ સોલંકી તેમજ મનોજભાઇ સોલંકીએ રસ લઇ વસાહતથી દૂર બોર કર્યો હતો. ત્યાંથી 700 મીટર લાંબી લાઇન કરી વસાહતમાં પીવાનું મીઠુ પાણી પુરુ પાડ્યું છે. અત્રેની વસાહતના દુલજીભાઇ ભીલે જણાવ્યું કે પાણીની સમસ્યા હલ થતા અમને આનંદ છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.