તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંથરગતિ:કાશીપુરાની માઇનોર કેનાલના મંથરગતિએ ચાલતા સમારકામના કારણે ખેડૂતોને મુશ્કેલી

સંખેડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
કાશીપુરા સીમમાં કેનાલ ભંગાણ તેમજ સફાઈના અભાવે ભૂંગળામાં પથ્થરો અને માટી જમા થયા છે. - Divya Bhaskar
કાશીપુરા સીમમાં કેનાલ ભંગાણ તેમજ સફાઈના અભાવે ભૂંગળામાં પથ્થરો અને માટી જમા થયા છે.
 • માઇનોર કેનાલના ઝાડી ઝાંખરાં દૂર કરાયાં પણ નાળાના ભૂંગળાની સફાઈ ન કરાઈ
 • નાળાના ભૂંગળાની સફાઈ ન થતાં પાણી ભરાતાં કેનાલ તૂટી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

સંખેડા તાલુકાના કાશીપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ થયા બાદ તેનું સમારકામ મંથરગતિએ ચાલી રહ્યું છે. આ માઇનોર કેનાલની સફાઈ તો થઈ પણ તેમાં આવતા નાળાના ભૂંગળામાં જમા થયેલી માટી અને પથ્થરોને દુર ન કરાતાં પાણી ઘેરાય છે અને કેનાલ તૂટે છે.સંખેડા તાલુકાના કાશીપુરા ગામની સીમ પાસે આવેલી નર્મદાની માઇનોર કેનાલમાં એક અઠવાડિયા અગાઉ ભંગાણ થયું હતું. આશરે દસેક ફૂટ જેટલું ધોવાણ થયું હતું. આ બાબતે નર્મદાના અધિકારીઓને જાણ કરાતા ગઈકાલે અધિકારીઓ દ્વારા અત્રે માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું.

પણ આરસીસીનું કામ બાકી છે. જેને કારણે હજી આ કેનાલમાં પાણી બંધ છે. હાલમાં આ વિસ્તારમાં ખેતીના પાકોને સિંચાઈના પાણીની જરૂરિયાત છે. ત્યારે નર્મદાના અધિકારીઓ દ્વારા દુર્લક્ષ સેવી રહ્યું હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.કાશીપુરાના સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ આ માઇનોર કેનાલની સફાઈ તો થઈ તેમાંથી ઝાડી-ઝાંખરા દૂર પણ કર્યા પણ તેમાં માર્ગમાં આવતા નાળા વચ્ચે જે પાઈપો છે. એમાં માટી પથ્થરો વિગેરે જમા થઈ ગયા છે એને સાફ કરાવ્યા નથી. જેથી પાણી અહીંયા ઘેરાય છે અને જેને કારણે કેનાલ તૂટી છે.કેનાલનું સમારકામ પણ મંથર ગતિએ ચાલી રહ્યું છે. ઝડપથી આ સમારકામ પૂર્ણ થાય તેવી માગ ખેડૂતો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો