તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:કાળીતલાવડી પ્રાથમિક શાળાના ફરજ મોકૂફ મુખ્ય શિક્ષકની સજા રદ રાખવા રજૂઆત

સંખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો દ્વારા DPEOને રજૂઆત કરાઈ
  • બુધવારે સવારે શાળાની તાળાબંધી કરાઈ હતી

સંખેડા તાલુકાની કાળીતલાવડી પ્રાથમિક શાળાના તત્કાલીન મુખ્યશિક્ષક સુનિલ ઠાકરને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરજમોકુફ કર્યા છે. એમના સમર્થનમાં ગ્રામજનોએ બુધવારે તાળાબંધી કર્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-છોટાઉદેપુરને લેખિત તથા મૌખિક રજૂઆત કરીને જે સજા થઇ છે એ મોકુફ રહે એ માટે રજૂઆત કરી છે. ફૂડ સિક્યોરીટીની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં નાખ્યા વિના ઉપાડી લીધા હોવા બાબતેની ફરીયાદ થયા બાદ તેને ફરજમોકુફનો હુકમ કરાયો છે.

સંખેડા તાલુકાની કાળી તલાવડી પ્રાથમિક શાળાના તત્કાલીન મુખ્યશિક્ષક સુનિલભાઇ ઠાકરે બાળકોને ચૂકવવાની ફૂડ સિક્યોરીટીની રકમ તેમના ખાતામાં નાખવાના બદલે સેલ્ફ ચેકથી ઉપાડી લીધા હોવા બાબતેની લેખિત રજૂઆત થયા બાદ આ અંગે ગત માસે શાળામાં તપાસ હાથ ધરાઇ હતી. અને તે બાદ સુનિલ ઠાકરને ફરજ મોકુફ કરવાનો આદેશ કરાતા શિક્ષક આલમમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આ શિક્ષકના સમર્થનમાં ગ્રામજનો ઉતર્યા છે. બુધવારે સવારે શાળાની તાળાબંધી કરવામાં આવી હતી.

સાંજે કાળીતલાવડી ગામના આગેવાનો મહમદભાઇ, અનવરભાઇ, આરિફભાઇ, મકસુદભાઇ વિગેરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરવા ગયા હતા. સાથે સાથે આ આગેવાનોએ જિ. પ્રા. શિક્ષણાધિકારીને લેખિત આવેદનપત્ર પાણ આપ્યું હતું. અનવરભાઇ મલેકે જણાવ્યું હતું કે આ શિક્ષકની સજાનો હુકમ મોકુફ રખાય એવી રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...