ભાસ્કર વિશેષ:માંજરોલમાં જોવા મળતું દુર્લભ પ્રજાતિનું કૈલાસપતિ વૃક્ષ

સંખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના માંજરોલ ગામે કૈલાસપતિ વૃક્ષ છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં આ વૃક્ષ જોવા મળે છે. - Divya Bhaskar
સંખેડા તાલુકાના માંજરોલ ગામે કૈલાસપતિ વૃક્ષ છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં આ વૃક્ષ જોવા મળે છે.
  • વૃક્ષના ફૂલમાં શિવલિંગ સાથે શેષનાગની આકૃતિ દેખાઇ આવે છે
  • ગામના કેટલાક લોકો ચારધામની યાત્રાએ ગયા હતા ત્યાંથી આનો છોડ લાવ્યા હતા તેવી લોકવાયકા

સંખેડા તાલુકાના માંજરોલ ગામે કૈલાસપતિ વૃક્ષ છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં આ વૃક્ષ જોવા મળે છે. નામ પ્રમાણે જ દેખાવ ધરાવતા આ વૃક્ષના ફૂલ છે. આ વૃક્ષના ફૂલમાં શિવલિંગ જેવી આકૃતી જોવા મળે છે. સાથે શેષનાગની આકૃતિ પણ જોવા મળે છે. સંખેડા તાલુકાના માંજરોલ ગામે શિવાલયની સામે કૈલાસપતિ વૃક્ષ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વૃક્ષ ઉપર ઉગતા ફૂલનો આકાર અંદરથી શિવલિંગ જેવો જોવા મળે છે. નીચે લાલ રંગના મોટા કમળ જેવું હોય છે.

તેની વચ્ચે નાનકડા શિવલિંગ જેવી પ્રતિકૃતિ હોય છે અને તેની ઉપર છત્રછાયા આપતો પીળા રંગનો શેષનાગ બિરાજેલ જોવા મળે છે. જેથી આ ફૂલને શિવકમલ તરીકે પણ ઓળખાય છે. માંજરોલના સિધ્ધાર્થ પટેલે જણાવ્યું કે, ‘આ ઝાડ આજથી 98 વરસ અગાઉ અમારા ગામના લોકો ચારધામની યાત્રાએ ગયા હતા. ત્યાંથી આ ઝાડનો રોપ લાવ્યા હતા. કેવડેશ્વર મહાદેવ મંદિરની સામે આ છોડનું રોપણ કર્યું હતું. આજુબાજુના ગ્રામજનો પણ શિવજીને ચડાવવા માટે અહિંયાથી ફૂલ લઇ જાય છે.

બીજે ક્યાંય આ વૃક્ષ જોવા મળતું નથી. ગુજરાતમાં માંડ એક-બે જગ્યાએ જ આ ઝાડ જોવા મળે છે.’ માંજરોલના જ કનુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘કૈલાસ વૃક્ષ છે. અહિંયા ત્રણ પેઢીથી આ વૃક્ષ જોઇએ છે. આ ફૂલ મહાદેવને ચડાવીએ છીએ. એમાં સહસ્ત્ર ફેણ આવે છે. એમાં શિવલિંગ છે. ફૂલ વૃક્ષ ઉપર ખિલે ત્યારે શિવલિંગ દેખાય છે. ખુબ જ સુગંધીદાર આ ફૂલ છે.’

અન્ય સમાચારો પણ છે...