વિદેશી દારૂ જપ્ત:કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 બાઇક પર લઇ જવાતા દારૂ સાથે 1 ઝડપાયો

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 બાઇક પરથી ~ 1,71,392નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કદવાલ પો.સ્ટે. વિસ્તારમાંથી બે બાઇક ઉપર લઇ જવાતો 1,71,392નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. એલસીબીએ 2 બાઇક સાથે એક ઇસમને ઝડપી કાર્યવાહી કરી હતી. છોટાઉદેપુર એલ.સી.બી સ્ટાફ કદવાલ પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળેલ કે કેટલાક ઇસમો કુંડલ ગામ તરફથી બાઇક ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી બાર ગામ તરફ રાતે જાય છે.

તેના આધારે આંબાખુટ ગામ પાસે નાકાબંધી કરતાં હોન્ડા કંપનીની સીબી સાઇન બાઇક ઉપર લઇ જવાતો કિં.રૂા.79,136નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બાદ બાર ત્રણ રસ્તાથી કદવાલ તરફ જવાના રસ્તા ઉપર આવેલ બ્રિજ ઉપર નાકાબંધી કરતાં બજાજ પલ્સર ઉપર લઇ જવાતો કિ.રૂા.92,256ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો.

અલગ-અલગ બાઇક ઉપર લઇ જવાતો દારૂ ઝડપી કદવાલ પોલીસ સ્ટેશનમાં ચાલકો વિરુદ્ધ અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરાઇ છે. પકડાયેલ આરોપી શંકર રાઠવા રહે.ધડાગામ, ખરેડી ફળિયા, તા.જિ.છોટાઉદેપુર હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...