તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેટકો કંપની દ્વારા 118 ટાવર ઉભા કરીને 29 કિ.મી. વિજ જોડાણ આપવા માટેનો કોંટ્રાક્ટ સ્વાતી એન્ટરપ્રાઈઝને આપ્યો હતો. પણ આ કંપની દ્વારા નિયત સમયમાં કામ નહી કરીને વધેલ મટીરીયલ કિમત 25,80,901 રૂપિયાનું સ્વાતી એંટરપ્રાઇઝવાળા તેમજ તેમને ત્યાં નોકરી કરતા દર્શનભાઇ ભટ્ટ ચોરી ગયા બાબતેની ફરીયાદ જેટકોના નાયબ ઇજનરેરે બોડેલી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી.જેટકોના નાયબ ઇજનેર રાજેન્દ્રકુમાર રણછોડભાઇ પંડ્યાએ નોંધાવેલી પોલીસ ફરીયાદ મુજબ સ્વાતી એંટરપ્રાઇઝનું ટેંડર કામગીરી માટે ઓછા ભાવના કારણે લાગેલું હતું.
જેમાં 118 ટાવર ઉભા કરવા અને 29 કિમી લાંબી વિજલાઇન જોડાણની કામગીરી તેમને સોંપાઇ હતી. કામ ચાલુ કરવાની તારીખ 27 એપ્રિલ 2017 અને કામ પૂર્ણ કરવાની તારીખ 26 નવેમ્બર 2018 હતી. આ સમયમર્યાદામાં કામ પૂર્ણ થયું નહોતું. નિયત સમર્યાદામાં કામ પૂર્ણ ન થતા અવાર-નવાર સ્વાતી એંટરપ્રાઇઝને જાણ કરવામાં આવી હતી. કામગીરીનું મટીરીયલ રાખવા સારૂ સ્વાતી એંટરપ્રાઇઝ મારફતે પટેલ કુંતલભાઇ ગોવિંદભાઇના ખેતર ચલામલી સબ સ્ટેશનની સામે વણધા તા.બોડેલી ખાતે 11 મહિના કરારથી ખુલ્લા સ્ટોર માટે જેટકો દ્વારા રખાવેલ જગ્યામાં મટીરીયલ રાખેલ હતું.
કાર્યપાલક ઇજનેરે તા. 17 માર્ચ 2020ના રોજ ચલામલી સ્ટોરની મુલાકાત લેતા ત્યાં રાખેલ મટીરીયલ જણાયું ન હતું. જે બાબતે વોચમેનની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે સ્વાતી એંટરપ્રાઇઝવાળા દર્શનભાઇ ભટ્ટ મટીરીયલ લઇ ગયા છે. જેટકો દ્વારા સ્વાતી એંટરપ્રાઇઝને અપાયેલ નટ બોલ્ટ મટીરીયલ પૈકી 25,80,901 રૂપિયાનું મટીરીયલ જેટકોની કોઇ પણ જાતની મંજુરી વગર કંપની તેમજ ત્યાં નોકરી કરતા દર્શનભાઇ ભટ્ટ ચોરી કરી લઇ જતા તેઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.