તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:જન્માષ્ટમી, ગણેશોત્સવમાં નિયમો પાળવા પ્રજાને સૂચના, 200થી વધુ માણસો ભેગા થઇ શકશે નહિ

સંખેડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
તહેવારોની ઉજવણીને લઈને સંખેડા પી.એસ.આઈ.એ તાલુકાવાસીને કોરોના નિયમોનું પાલન કરવી અપીલ કરી હતી. - Divya Bhaskar
તહેવારોની ઉજવણીને લઈને સંખેડા પી.એસ.આઈ.એ તાલુકાવાસીને કોરોના નિયમોનું પાલન કરવી અપીલ કરી હતી.
  • સંખેડામાં વધુમાં વધુ જાહેરમાં 4 ફૂટ અને ઘરમાં 2 ફૂટની મૂર્તીની સ્થાપના કરવી

સંખેડા PSI એમ.એસ.સુતરિયાએ આગામી તહેવારોની ઉજવણીને લઈને લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા સૂચન કર્યું. જન્માષ્ટમી, ગણેશોત્સવ ઉજવણી અને વિસર્જન વેળાએ જરૂરી ગાઈડલાઈનનું ફરજીયાત પાલન કરવા સૂચના આપી.સંખેડા પી.એસ.આઈ. એમ.એસ. સુતરિયાએ આપેલી સૂચના મુજબ આગામી જન્માષ્ટમી શ્રીકૃષ્ણ જન્મોત્સવના તહેવારની ઉજવણી માટે મંદીર પરીસરમા 200થી વધુ માણસોએ ભેગા થવુ નહી અને સોશીયલ ડિસ્ટન્સ રાખવુ તેમજ તમામે માસ્ક અવશ્ય પહેરવુ અને કોવિડ ગાઇડલાઇનનું ફરજીયાત પાલન કરવાનુ રહેશે .

તેમજ આગામી સમયમાં ગણેશોત્સવનો તહેવાર આવી રહેલ હોઇ જે તહેવારની ઉજવણી માટે શેરી મહોલ્લામાં સ્થાપના કરવામાં આવતી ગણપતિની મુર્તિ 4 ફુટની અને ઘરમા બે ફુટની મુર્તિની સ્થાપના કરવી ગણપતિ પંડાલ મુર્તિને અનુરૂપ બનાવવો અને ગણેશ સ્થાપનાવાળી જગ્યાએ પુજા આરતી અને પ્રસાદ વિતરણ સિવાય બીજા કોઇ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા નહી અને ગણપતિ લાવવા માટે તેમજ વિસર્જન વખતે એકજ વાહનમા 15 માણસો રહેશે તેથી વધુ માણસો સામેલ થાય નહીં તેની આયોજકે તકેદારી રાખવાની રહેશે અને કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ઉજવણી કરવા અપીલ કરવામા આવે.

અન્ય સમાચારો પણ છે...