હાલાકી:ભાટપુર પોસ્ટ ઓફિસમાં વિધવા પેન્શન લેવા મહિલાઓને ધક્કા ખાવાનો વારો

સંખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વર ખોટકાતા 3 દિવસથી 44 ડિગ્રી તાપમાનમાં મહિલાઓ હેરાન પરેશાન
  • આકરી ગરમીમાં પોસ્ટમાં પીવાના પાણીની કે પંખાની પણ સુવિધા નથી

ત્રણ દિવસથી પોસ્ટ ઓફિસનું સર્વર ખોટકાતા વિધવા પેન્શન લેવા માટે ભાટપુર પોસ્ટ ઓફિસમાં આવેલ મહિલાઓને ધરમધક્કા ખાવા પડી રહ્યાં છે. ઉનાળાના 43 થી 44 ડિગ્રી તાપમાનમાં આ મહિલાઓ પેન્શન લેવા માટે પગે ચાલીને પોસ્ટ ઓફિસે ત્રણ દિવસથી ધક્કા ખાય છે. સર્વર ચાલુ થશે એની આશા એ વૃદ્ધ વિધવા મહિલાઓ પોસ્ટ ઓફિસના બહારના રૂમમાં બેસી રહે છે. અહીંયા પીવાના પાણીની કે પંખાની પણ સુવિધા નથી.

સંખેડા તાલુકાના ભાટપુર ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ દિવસથી વિધવા મહિલાઓ વિધવા પેન્શન નાણાં લેવા માટે ધરમ ધક્કા ખાઇ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી પોસ્ટ ઓફિસનું સર્વર ખોટકાયેલું છે. સર્વર ખોટકાયેલું હોવાને કારણે પેન્શનની રકમ ચૂકવી શકાતી નથી.

ત્રણ દિવસથી મહિલાઓ આ સર્વર ચાલશે અને પેન્શનની રકમ મળશે એ આશાએ ધક્કા ખાઈ રહી છે. કોઈક મહિલા અહિંયા ભાટપુર ગામના જ તો કોઈક ભાટપુરથી દુર કાણાકુવા ગામેથી પણ પેન્શન લેવા માટે અહીંયા આવી હતી. આ પોસ્ટ ઓફિસમાં સર્વર ચાલુ થાય એ આશાએ જ મહિલાઓ બેઠી હતી. જ્યાં ન તો પીવાના પાણીની સુવિધા છે જેથી લોકોને હાલાકી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...