રજૂઆત:સંખેડાની 17 આંગણવાડીઓમાં વીજ કનેક્શન આપવા રજૂઆત

સંખેડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા તાલુકા સંકલન મીટિંગમાં તાલુકાના વિવિધ પ્રશ્નો અંગેની ચર્ચા કરાઈ હતી
  • સુંદરવન સામેની કાંસની સફાઈ,નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ ટ્રીમ કરવા રજૂઆત થઈ

સંખેડા તાલુકા સંકલન મીટિંગ સેવાસદનમાં યોજાઇ હતી. જેમાં તાલુકાના વિવિધ પ્રશ્નો અંગેની ચર્ચા કરાઈ હતી. રસ્તાની આસપાસના નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ ટ્રીમ કરવી, સુંદરવન સામેની કાંસની સફાઈ કરવી, 17 આંગણવાડીઓના વીજ કનેક્શન બાકી છે એ પ્રશ્ન પણ રજૂ થયો હતો. સંખેડા તાલુકા સેવાસદનમાં પ્રાંત અધિકારી ઉમેશ શાહની અધ્યક્ષતામાં સંકલનની મીટિંગ યોજાઇ હતી.

જેમાં સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ, મામલતદાર વી.જે.શાહ, તાલુકા વિકાસ અધિકારી ભૂમિકા રાઓલ સહિત વિવિધ વિભાગના કર્મચારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તા. પંચા. પ્રમુખ સંજયભાઈ દેસાઈએ સંખેડા તાલુકાની 17 આંગણવાડીઓમાં વીજ કનેક્શન બાકી છે તે સત્વરે આપવામાં આવે.

સંખેડા-હાંડોદ રોડ ઉપર સુંદરવનની સામે આવેલી કાંસમાં ખૂબ જ ગંદકી છે. તેમજ ઝાડી-ઝાંખરા પણ છે.જેથી ગંદકી દૂર કરી સાફ કરવા માટે રજૂઆત કરી હતી. અરીઠા- ગોવિંદપુરા અને કુબેરપુરા- વટવટીયા માર્ગ સિવાય અન્ય રસ્તાની ધારે આવેલા વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ દૂર કરવા રજૂઆત થઈ હતી. 14મીએ ગોલાગામડીમાં યોજાનારા સેવાસેતુમાં કાર્યક્રમનો મહત્તમ લોકો લાભ લે આ માટે જરૂરી આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...