તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરિક બદલી:જિલ્લાના 50 રેવન્યુ તલાટીઓની આંતરિક બદલી કરવામાં આવી

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા તાલુકાના 8 રેવન્યુ તલાટીઓની પણ આંતરિક બદલી

સંખેડા માલતદાર કચેરીમાં ફરજ બજાવતા 8 રેવન્યુ તલાટી સહિત જિલ્લામાં ફરજ બજાવતા 50 જેટલા રેવન્યુ તલાટીઓની આંતરિક બદલીનો આદેશ જિલ્લા કલેક્ટરે કર્યો છે. સંખેડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા 8 રેવન્યુ તલાટીઓ રમીઝ આર.બુખારી, રેખાબેન જે.ધારવા, પ્રદિપભાઇ પી. સોલંકી, જીતેન્દ્રભાઇ ગબલાભાઇ, દશરથભાઇ એચ.ચૌધરી, હેતલબા જે.કેસરીયા, કુંજલ આર.પટેલ અને વિપુલ આર. રાજપુતની બદલી કરાઇ છે.

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા દ્વારા જિલ્લાની છ મામલતદાર કચેરીઓ છોટાઉદેપુર, સંખેડા, બોડેલી, નસવાડી, કવાંટ અને જેતપુર પાવીમાં ફરજ બજાવતા 50 જેટલા રેવન્યુ તલાટીઓની આંતરિક બદલીનો આદેશ કર્યો છે. આ અદેશ મુજબ છોટાઉદેપુર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા છ રેવન્યુ તલાટીઓ, જેતપુર પાવી, બોડેલી, સંખેડા તાલુકામાં ફરજ બજાવતા આઠ-આઠ રેવન્યુ તલાટીઓ, નસવાડી તાલુકામાં 13 અને કવાંટ તાલુકામાં સાત રેવન્યુ તલાટીઓની આંતરીક બદલી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...