તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરીનું નિરિક્ષણ:સંખેડાના ઓક્સિજન પ્લાન્ટની કામગીરીનું DDO દ્વારા નિરીક્ષણ

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડા સી.એચ.સી.માં ઓક્સિજન પલાન્ટની કામગીરીનું નિરીક્ષણ ડી.ડી.ઓ.એ કર્યું હતું. - Divya Bhaskar
સંખેડા સી.એચ.સી.માં ઓક્સિજન પલાન્ટની કામગીરીનું નિરીક્ષણ ડી.ડી.ઓ.એ કર્યું હતું.
  • રેફરલ હોસ્પિટલમાં બની રહેલા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન સોમવારે થાય એવી શકયતા
  • તૈયાર થઇ રહેલો આ ઓક્સિજન પ્લાન્ટ 190 LPMની કેપેસિટી ધરાવે છે

કોરોનાની બીજી લહેર દરમિયાન સૌથી વધારે જરુરિયાત ઓક્સજનની હતી. કોરોના સંક્રમિતો પૈકી કેટલાયને સારવાર દરમિયાન ઓક્સિજનની જરુરીયાત ઉભી થઇ હતી. જેથી સંખેડા ખાતે ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવા માટેની પણ માંગ ઉઠી રહી હતી. સંખેડા રેફરલ હોસ્પીટલમાં ઓક્સીજન પ્લાન્ટ આખરે મંજુર થયો હતો. સંખેડા રેફરલ હોસ્પિટલમાં પાછળના ભાગે ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરવા માટે જરુરી સાધનસામગ્રી આવી ગઇ હતી. જેનું ઇંસ્ટોલેશન કરવામાં આવ્યું હતું.

સંખેડા રેફરલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટની ચાલતી કામગીરીનું નિરિક્ષણ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ આવ્યા હતા. અને તેઓએ ઓક્સીજન પ્લાન્ટની ચાલતી કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું. અને રેફરલ હોસ્પિટલના વોર્ડની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઇ દેસાઇ, ટી.ડી.ઓ. રીધ્ધીબેન રાજ્યગુરુ, ટી.એચ.ઓ. ડૉ.વૈશાલીબેન પરમાર, હોસ્પિટલના અધિક્ષક ડૉ.એસ.એસ. સીંગ, સ્થાનિક આગેવાન નિતિનભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.સંખેડા ખાતે રેફરલ હોસ્પિટલમાં બની રહેલા ઓક્સીજન પ્લાંટનું ઉદ્ઘાટન સંભવત: સોમવારે થાય એવી શકયતા છે. સંખેડા ખાતે તૈયાર થઇ રહેલો આ ઓક્સીજન પ્લાંટ 190 એલ.પી.એમ. કેપેસીટીનો હોવાનું સંખેડા આરોગ્ય ખાતાના સૂત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...