તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બાંગાપુરા અને અલ્હાદપુરા પાસે કપાયેલા વૃક્ષો બાબતે તપાસ શરૂ

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડા કપાવનાર કોણ એ અંગે જંગલખાતું કઈ બોલવા તૈયાર નથી
  • અલ્હાદપુરા પાસેથી 7 અને બાંગાપુરા નજીકથી 5 વૃક્ષો કપાયા હતા

નિલગીરીના લાકડા ભરેલ ટ્રેકટર અને ટેમ્પો બાબતે સતત બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો છે. જંગલખાતા દ્વારા બાંગાપુરા અને અલ્હાદપુરા પાસે જ્યાં વૃક્ષો કપાયા હતા ત્યાંની મુલાકાત લીધી હતી. અલ્હાદપુરા પાસેથી 7 અને બાંગાપુરા નજીકથી 5 મળીને કુલ 12 લીલા વૃક્ષો કપાયા હતા. હજી પણ કેટલાક લાકડા કાપેલા ત્યાં પડ્યા છે.

જંગલખાતાએ બોડેલીના ચંપાવતી પાસેથી નીલગીરીના લાકડા ભરેલ ટેમ્પો અને અલ્હાદપુરા પાસેથી એક ટ્રેકટર લાકડા ભરેલું ઝડપી કાઢ્યું હતું. જે બાબતે મંગળવારે એ.સી.એફ.એમ.એમ.રાજ્યગુરુએ તપાસ હાથ ધરી આ બંન્ને સ્થળોની મુલાકાત લીધી હતી. ઉપરાંત આમાં જે મજૂરો તેમજ ટેમ્પા અને ટ્રેક્ટર ડ્રાઇવર વગેરેના જવાબો પણ લેવાયા હતા.

આ અંગે વધુમાં જંગલખાતાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર બાંગાપુરા ગામ પાસેથી 5 અને અલ્હાદપુરા પાસેથી 7 મળીને કુલ 12 જેટલા નીલગીરીના વૃક્ષો કપાયા હતા. સરકારી જગ્યામાંથી કપાયેલા આ વૃક્ષો પૈકી હજી અલ્હાદપુરા પાસે કેટલાક કપાયેલા લાકડા પડેલા છે. જેને પણ સંખેડા ખાતે લાવવામાં આવનાર હોવાનું આ સૂત્રોએ જણાવ્યું હતું.

જંગલખાતાના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,આ લીલા વૃક્ષો કોના કહેવાથી કપાયા તે અંગે પણ મજૂરો અને બંન્ને વાહનો જે ઝડપાયા છે તેમના જવાબો લેવાઈ રહ્યા છે. જેના આધારે તપાસ થઈ રહી છે.આ જવાબો બાદ કોણ આ સરકારી જગ્યાના વૃક્ષ કપાવતું હતું એની ખબર પડશે.બાંગાપુરા અને અલ્હાદપુરા પાસેથી કપાયેલા આ લીલા વૃક્ષો કપાવવા પાછળ કોઈ મોટુ વગદાર માથું છે કે પછી કોઈ જંગલ ખાતાના જ કર્મચારીની સંડોવણી છે? એ તપાસ બાદ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...