તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉન:ઇન્દ્રાલનું પ્રસિદ્ધ રણછોડજી મંદિર, ગામની દુકાનો બંધ

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઇન્દ્રાલ-સોનગીર ગામમાં સ્મશાનવત શાંતિ છવાઈ હતી. - Divya Bhaskar
ઇન્દ્રાલ-સોનગીર ગામમાં સ્મશાનવત શાંતિ છવાઈ હતી.
 • ઈન્દ્રાલ-સોનગીરમાં 5 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો આરંભ

કોરોના સંક્રમણની ચેન તોડવા માટે સંખેડા તાલુકાના બે ખોબલા જેવડા ઇન્દ્રાલ અને સોનગીરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાતના પગલે ગામની દુકાનો અને આ વિસ્તારમાં પ્રસિદ્ધ રણછોડજીનું મંદિર અને અન્ય મંદિરો પણ બંધ છે. ગામમાં સૂનકાર છવાયો છે.

સંખેડા તાલુકાના ઇન્દ્રાલ અને સોનગીર આ બન્ને ગામ એકબીજાને અડોઅડ આવેલા છે. ઇન્દ્રાલ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધતા બન્ને ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા બન્ને ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના પગલે આ બન્ને ગામો આજથી પાંચ દિવસ સુધી લોકડાઉન રહેશે. ઇન્દ્રાલ ગામમાં રણછોડજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરે બારેમાસ ભક્તો દર્શાનાર્થે આવતા હોય છે. ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે આ મંદિર ઉપરાંત ગામના તમામ મંદિરો બંધ રખાયા છે. ઉપરાંત આ બન્ને ગામના ગ્રામજનો દ્વારા ધાર્મિક પ્રસંગની ઉજવણી પણ બંધ રાખવાનું નક્કિ કરાયું છે. ગામની નાની મોટી દુકાનો અને અન્ય વેપાર ધંધા પણ બંધ રખાયા છે.

કોરોના વધુ ન ફેલાય તે માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું
બાજુના ઇન્દ્રાલ ગામમાં કોરોનાના પોઝીટીવ કેસ વધારે છે. અમારા સોનગીર અને ઇન્દ્રાલ બન્ને ગામ એકબીજાને અડીને આવેલા છે. કોરોના વાઇરસ વધારે ફેલાય એવો ડર હોવાથી બન્ને ગામના સરપંચ અને આગેવાનો ભેગા મળીને પાંચ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરેલ છે. - જશુભાઇ તડવી, સોનગીર આગેવાન

લોકડાઉનના પગલે ગામમાં સૂનકારો છવાયો
સોનગીર અને ઇન્દ્રાલ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત થયા બાદ શનિવારથી તેનો અમલ શરૂ થતા ગામમાં સ્મશાનવત શાંત પથરાયેલી જોવા મળી હતી. અવર-જવર ઉપર જાણે પાબંદી હોય એમ કોઇ ખાસ અવર જવર નહી. ગામના ચોરા જ્યાં અનેક લોકો બેસતા હતા એ ઓટલા પણ સૂના પડેલા હતા. ગામમાં બિલકુલ જ સૂનકારો છવાયેલો હતો.

ઈન્દ્રાલ ગામમાં બધું જ સજ્જડ બંધ છે
ઇન્દ્રાલ ગામમાં કોરોનાના કેસ વધવાથી અમારા ગામમાં પાંચ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે. એટલે દુકાનો, અનાજ દળવાની ઘંટી તેમજ પ્રસિદ્ધ રણછોડજી મંદિર સહિતના મંદિરો પણ બંધ રાખવામાં આવેલ છે. બધુ જ સજ્જડ બંધ છે. -જગદિશભાઇ પાઠક, માજી સરપંચ ઇન્દ્રાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો