તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ઇન્દ્રાલ અને સોનગીરમાં 15 દિવસમાં આરોગ્યની ટીમ દ્વારા બે વખત સર્વે કરાયો

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં આરોગ્ય ટીમ દ્વારા ચાલી રહેલો સર્વે. - Divya Bhaskar
ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં આરોગ્ય ટીમ દ્વારા ચાલી રહેલો સર્વે.
 • 174 ઘરની 552 વ્યક્તિઓના આરોગ્યનો સર્વે કરવામાં આવ્યો

સંખેડા તાલુકાના ઈન્દ્રાલ અને સોનગીર ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 15 દિવસમાં બે વખત સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. આ બે ગામના 174 ઘરના 552 વ્યક્તિઓના આરોગ્યનો સર્વે કરાયો છે. સંખેડા તાલુકાના ઈન્દ્રાલ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે જેને કારણે આરોગ્ય વિભાગની ટીમો પણ હરકતમાં આવેલી છે. સંખેડા તાલુકા આરોગ્ય અધિકારી ડો.વૈશાલીબેન પરમારે આપેલી વિગતો મુજબ ઈન્દ્રાલ અને સોનગીર આ બંને ગામોમાં આરોગ્યની ટીમો દ્વારા સર્વે કરાયો છે.

છેલ્લા પંદર દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા આ બંને ગામોમાં બે વખત સર્વે કરવામાં આવ્યો છે. 174 ઘરના 552 વ્યક્તિઓના આરોગ્યનો સર્વે કરાયો છે.ઇન્દ્રાલ અને સોનગીર આ બન્ને ગામો એકબીજાની બિલકુલ લગોલગ આવેલા છે. ઈન્દ્રાલ ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા હતા. જ્યારે સોનગીર ગામમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. પણ બંને ગામ એકબીજાની બાજુમાં હોય આ બંને ગામોમાં આરોગ્યની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો