તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:એપ્રિલ મહિનામાં માસ્ક વગર ફરતી 2580 વ્યક્તિઓ દંડાઈ

સંખેડા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છોટાઉદેપુર જિલ્લામાંથી કુલ 25.80 લાખનો દંડ વસૂલાયો

સંખેડા તાલુકાના 340 સહિત જિલ્લામાં 2580 વ્યક્તિઓ માસ્ક વિના ફરતા પકડાયા હતા. એપ્રિલ મહિનામાં જ જિલ્લામાં 2580 વ્યક્તિઓ માસ્ક વિના ફરતી ઝડપાતા 1000 રૂપિયા લેખે રૂપિયા 2580000 દંડ વસૂલાયો હતો. કોરોના સામે માસ્ક એ અગત્યનું ગણાય છે. અને એટલે જ માસ્ક પહેરવા ઉપર સરકાર પણ ભાર મૂકી રહી છે. માસ્ક ન પહેરનારાઓ વિરુદ્ધ પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરમાં માસ્ક પહેર્યા વિના ફરતા ઝડપાયેલા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવા ઉપરાંત જાહેરનામા ભંગ બદલની પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવે છે.

સંખેડા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંખેડા તાલુકામાં એપ્રિલમાં માસ્ક પહેર્યા વિના ફરતી 340 વ્યક્તિઓ તા.30 એપ્રિલ સુધી ઝડપાઇ હતી. જેમની પાસેથી એક હજાર રૂપિયા લેખે દંડ વસૂલાયો હતો. છોટાઉદેપુર પોલીસ સૂત્રો દ્વારા એપ્રિલમાં જિલ્લાના છ તાલુકામાંથી માસ્ક પહેર્યા વિના 2580 વ્યક્તિ ઝડપાઈ હતી. આ વ્યક્તિઓ પાસેથી એક હજાર રૂપિયા લેખે કુલ 2580000 રૂપિયા દંડ વસૂલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો