હેરણ સિંચાઇ યોજના:હેરણ યોજનામાં કાણાકૂવા સેકશનમાં પિયાવાની બાકી રકમ પાંચ વર્ષમાં રૂપિયા 31.83 લાખ થઈ

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હેરણ નદી પરના આડબંધ થકી ભાટપુર અને ઈન્દ્રાલ સુધી સિંચાઈ માટે પાણી અપાય છે

હેરણ સિંચાઇ યોજનાના કાણાકૂવા સેકશનમાં પાણી લેનારા ખેડૂતો પાસેથી હેરણ સિંચાઇ યોજનાને છેલ્લા 5 વર્ષમાં પિયાવાના 31.83 લાખ રૂપિયાના લ્હેણા બાકી છે. હાલમાં એક પાણીના હેરણ યોજનાના 307 રૂપિયા તેમજ નર્મદાના પાણીના 379 રૂપિયા છે. જેની ઉપર 20 ટકા લોકલફંડ લેવાય છે.

બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી ઉપર આડબંધ આવેલો છે. જેના થકી સંખેડા તાલુકાના ભાટપુર અને ઇન્દ્રાલ સુધી પાણી સિંચાઇ માટે અપાય છે. જ્યાં સુધી રાજવાસણ આડબંધમાં પાણી હોય છે ત્યાં સુધી આ આડબંધનું પાણી ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવે છે. ત્યાર બાદ નર્મદા કેનાલમાંથી પાણી ખેડૂતોને સિંચાઇ માટે અપાય છે. જેના માટે પાણી દિઠ પિયાવો લેવાય છે.

પિયાવાની રકમ દર વર્ષે બાકી પડતી વધતી જાય છે. બોડેલી સ્થિત હેરણ સંચાઇ યોજનાના ડેપ્યુટી એંજિનિયર ડી.એન. પરિખે આપેલી માહિતિ મુજબ કાણાકૂવા સેકશનમાં 12 જેટલા ગામોમાંથી પિયાવાની બાકી રકમ વર્ષ 2015-16થી વર્ષ 2019-20 સુધીની 31,83,179 રૂપિયા થયેલી છે.

સમયસર નિયમિતિ પિયાવાની રકમ નહીં આવતા આ રકમ વધતી જાય છે. પિયાવાની રકમ હેરણ યોજનાના પાણી માટે એક પાણીના 307 રૂપિયા છે અને નર્મદાનું પાણી અપાય તેના એક પાણીના 379 રૂપિયા છે. ખેડૂત જેટલાં પાણી લે એ પ્રમાણે પિયાવો લેવાય છે. આ રકમ ઉપર 20 ટકા લોકલ ફંડ લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...