કામગીરી:પરણિતાના અપહરણ મામલે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ ફોનના કોલ ડિટેલ અને CCTV કેમેરાની ચકાસણી હાથ ધરાઈ
  • સંખેડા પોલીસ તપાસ અર્થે મોરબી પહોંચી

સંખેડા તાલુકાના ભાટપુર રોડ ઉપરથી પરણિત 4 બાળકોની માતાનું અપહરણ કરવાના કિસ્સામાં પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરાઈ હતી. સંખેડા પોલીસ મોરબી તપાસ કરવા પહોંચી છે.સંખેડા તાલુકાના ભાટપુર રોડ ઉપરથી ખેતરમાં દવા છાંટી રહેલી સુમિબેન ડુંગરાભીલ નજીકના રસ્તાની બાજુમાં આવેલા વાલ્વમાંથી પાણી ભરવા માટે ગઈ તે વખતે આ રોડ ક્યાં જાય છે? એમ પૂછીને મહિલાનું ઇકો કારમાં આવેલા ચાર શખ્સોએ અપહરણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં સંખેડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

જેમાં શનિવારે સંખેડા તાલુકાના વિવિધ ગામના શકમંદોની તપાસ હાથ ધરાઇ હતી. જે બાદ સંખેડા પોલીસ દ્વારા તેમજ છોટાઉદેપુર જિલ્લાની વિવિધ ટીમો દ્વારા આ અપહરણ કરાયેલી મહિલાની શોધખોળ હાથ ધરાઇ છે.આ બાબતે વધુ માહિતી આપતાં સંખેડાના પી.એસ.આઈ. એ.આર. ડામોરે જણાવ્યું હતું કે, “આ મહિલાનું અપહરણ થયું છે. તેને શોધવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ અન્ય જિલ્લાની વિવિધ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઇ છે. જેમાં વિવિધ જિલ્લાના સીસીટીવી કેમેરા તેમજ કોલ ડીટેલ વગેરેની તપાસ હાથ ધરાયેલી છે. અત્યારના પોલીસ દ્વારા વિવિધ સ્થળે તપાસ હાથ ધરાઈ છે. સંખેડા પોલીસ મોરબી તપાસ કરવા પહોંચી છે.’

અન્ય સમાચારો પણ છે...