હુકમ:મારામારીના કેસમાં 1ને 1 વર્ષની અને 2 આરોપીને 2-2 વર્ષની સજા

સંખેડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીપુરામાં 3 શખ્સોએ 2 શખ્સને લાકડીની ઝાપટો મારી હતી

સંખેડા તાલુકાના દિવાળીપુરા ગામે છ વર્ષ અગાઉ રમણભાઈ જેસીંગભાઇ બારીયા, હસમુખભાઈ રમણભાઈ બારીયા અને પૂનમભાઈ જેસીંગભાઇ બારીયાએ ગોવિંદભાઈ સોમાભાઈ બારીયાને અમે ખેતર દસ્તાવેજથી રાખેલ છે. તું કેમ કોર્ટ કાર્યવાહી કરે છે. તેમ કહેતા ગોવિંદભાઇએ જણાવેલ કે તમે ખોટા દસ્તાવેજ કરી જમીન પચાવી પાડેલી છે. તેમ કહેતા આરોપીઓ ફરિયાદીને ગાળો બોલી અને કહેવા લાગ્યા હતા કે તું ખેતર કેવી રીતે ખેડે છે.

એમ કહીને હસમુખભાઈએ લાકડી વડે ગોવિંદભાઇને ડાબા પગની ઘૂંટી જમણા પગે તથા બરડાના ભાગે લાકડીની ઝાપટો મારી ફરિયાદીના ડાબા પગે ફ્રેક્ચર કરી તથા રમણભાઈએ અને પુનમભાઈએ સાહેદ શૈલેષને માથામાં લાકડીની ઝાપટ મારી બંને હાથે તથા બરડાના ભાગે લાકડીથી માર મારી ઈજા કરી હતી.

આ બાબતેનો કેસ સંખેડા કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભાવનાબેન વસાવાની દલીલો ગ્રાહ્ય રાખીને સંખેડા કોર્ટના જ્યૂડી. મેજિ. ફ. ક. એચ. કે. વછરાજાનીએ આરોપી નંબર 1 રમણભાઈ જેસિંગભાઈ બારીયાને 1 વર્ષની અને અન્ય 2 આરોપીઓ હસમુખભાઈ રમણભાઈ બારીયા અને પુનમભાઈ જેસિંગભાઈ બારીયાને 2-2 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...