કામગીરી:તણખલા ગામમાં નોટિસ આપ્યા વગર જ સરપંચે અડચણરૂપ 9 દબાણ દૂર કરાવ્યાં

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તણખલા ગામે ઉકરડા અને અન્ય દબાણો દૂર કરાયા હતા. - Divya Bhaskar
તણખલા ગામે ઉકરડા અને અન્ય દબાણો દૂર કરાયા હતા.
  • લોકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાથી જેસીબી મશીન લાવી કામગીરી કરાવી

સંખેડા તાલુકાની રતનપુર ગ્રામ પંચાયતના તણખલા ગામમાં આવેલા વિવિધ દબાણો સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા દૂર કરાયા છે. જેસીબી મશીન લાવી તાત્કાલિક તમામ દબાણો દૂર કરાયા છે. સંખેડા તાલુકાના રતનપુર જુથ ગ્રામ પંચાયતમાં આવતાં તણખલા ગામે છેલ્લા ઘણા સમયથી રસ્તાની બંને બાજુએ ઉકરડા હતા. તેમજ અન્ય દબાણો થયેલા હતા. જેને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. વિકાસના કામોમાં પણ સમસ્યા સર્જાતી હતી.

જેને લઇને સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ રોહિત મોતીભાઈ ભગાભાઈ દ્વારા ગ્રામ પંચાયતના આ તણખલા ગામે આવેલા દબાણોને તાત્કાલિક જેસીબી મશીન લાવી અને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સંખેડા તાલુકામાં દબાણોએ લાંબા સમયથી સર્જાતી સમસ્યા છે. જેને દૂર કરવા માટે ખૂબ ઓછા સરપંચો સફળ થઈ શક્યા છે. જ્યારે સંખેડા તાલુકાની રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ રોહિત મોતીભાઈ ભગાભાઈ દ્વારા ભૂતકાળમાં પણ રતનપુર ગ્રામ પંચાયતમાં આવેલા અનેક દબાણોને દૂર કરવા માટે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી.

ગ્રામ પંચાયત વિસ્તારોમાં મોટાભાગે વોટ બેંક સાચવવા માટે દબાણો તરફ સ્થાનિક નેતાગીરી આંખ મિચામણા કરતી હોય છે. જ્યારે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ રોહિત મોતીભાઈ ભગાભાઈ દ્વારા તણખલા ગામે ઝડપભેર દબાણો દુર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દબાણકારોના દબાણો દૂર કરવા માટે કોઈ નોટિસ આપવામાં નહીં આવે. જે દબાણ હશે એ તાત્કાલિક જેસીબી મશીનથી દૂર કરવામાં આવશે.

ઓટલા, અડારા દૂર કર્યા : અન્ય ગામોમાં પણ દબાણો દૂર કરાશે
તણખલા ગામે ઓટલા, અડારા તેમજ ઉકરડાના દબાણો હતા. નવ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજી થોડાક દબાણ બાકી છે તે પણ દૂર કરવામાં આવશે. આ સિવાય દમોલી ગામે એક દબાણ ખુલ્લું કરી રસ્તો ખુલ્લો કરી સંરક્ષણ દીવાલ બનાવી દેવામાં આવી છે. પંચાયતના અન્ય ગામોમાં પણ આ જ રીતે નડતરરૂપ દબાણો ટૂંક સમયમાં જ દૂર કરવામાં આવશે.- મોતીભાઈ ભગાભાઈ રોહિત, સરપંચ, રતનપુર ગ્રામ પંચાયત

આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં થતા દબાણો એ મોટી સમસ્યા રહી છે
સંખેડા તાલુકાના કેટલાક ગામોમાં આજે પણ દબાણો એક મોટી સમસ્યા છે. જોકે આવા દબાણો દૂર ન થવાને કારણે દબાણકારોને ફાયદો થતો હોય છે. પરંતુ પ્રજાના અન્ય વર્ગોને નુકસાન પણ થતું હોય છે. રાજકીય આગેવાનો પણ પોતાની વોટ બેંક સાચવવા માટે આવા દબાણો સામે આંખ મિચામણા કરી દેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...