કામગીરી:સણોલી ગામે 78 પશુઓને હડકવા પ્રતિરોધક રસી મૂકાઇ, 6 ગાયો હડકવાના કારણે અવસાન પામી હતી

સંખેડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં હડકાયા કૂતરાનો આતંક ફેલાયેલો છે

સંખેડા તાલુકાના સણોલી ગામે સંખેડા પશુ દવાખાના દ્વારા 78 જેટલા પશુઓને હડકવા પ્રતિરોધક રસી મુકાઇ છે. છેલ્લા સપ્તાહમાં અહિંયા છ જેટલી ગાયોના હડકવાના કારણે મૃત્યુ થયા હતા. એક બાળકને પણ કુતરુ કરડી જતા ઇજા થઇ હતી.સંખેડા તાલુકાના છેવાડે સણોલી ગામ આવેલું છે. આ સણોલી ગામે હડકાયા કૂતરાનો આતંક લાંબા સમયથી છે. આ ગામ અને વસાહતમાં છેલ્લા એક અઠવાડીયાથી હડકાયા કૂતરાનો આતંક ફેલાયેલો છે. જોકે તેના કરડવાના કારણે માત્ર ગાયોના જ મૃત્યુ થયા છે.

એક અઠવાડીયામાં છ જેટલી ગાયોના મૃત્યુ થતા પશુ ચિકિત્સક સંખેડાના ડી.જે.પટેલે તેમજ બરોડા ડેરીના વેટરનરી વિભાગના કર્મચારીઓએ પણ સણોલીની મુલાકાત લીધી હતી. અને જેમને ઘરે હડકવાના કારણે ગાયોના મૃત્યુ થયા છે. એવા ઘરના અન્ય પશુઓને હડકવાની રસી મુકવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. સંખેડા વેટરનરી ડૉ.ડી.જે.પટેલના જણાવ્યા મુજબ કુલ 78 જેટલા પશુઓને સણોલી ગામે હડકવા પ્રતિરોધક રસી મુકવામાં આવી છે.