તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડા ગામમાં ડિજીટલ પેમેન્ટનો મહિમા વધી રહ્યો છે. નાસ્તાની લારી હોય કે ચાની રેકડી, નાની-મોટી દુકાન લગભગ અનેક સ્થળે ડિજીટલ પેમેન્ટ માટેના બારકોડ જોવા મળે છે. ભાગોળની લગભગ મોટાભાગની લારીઓ અને દુકાનોમાં ડિજીટલ પેમેન્ટ માટે બારકોડ સ્કેન કરીને પેમેન્ટ કરતા પણ લોકો જોવા મળે છે. જોકે ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ યુવા વર્ગ વધારે કરતો હોવાનું દુકાનદારો જણાવતા હતા.
નવેમ્બર-2016માં દેશમાં નોટબંદી બાદ ડિજીટલ પેમેન્ટના ક્ષેત્રમાં ક્રાંતિ વધેલી જોવા મળી છે. મોબાઇલમાં આવતી આવી પેમેન્ટને લગતી એપ્લીકેશનના વોલેટમાં બેલેન્સ કરીને કે પછી બેંક ખાતાને લિંક કરી શકાય છે અને તેના થકી પેમેન્ટ કરી શકાય છે. સંખેડા ગામમાં પણ છેલ્લા દોઢ-બે મહિનાથી ડિજીટલ પેમેન્ટનો મહિમા એકદમ જ વધી ગયો છે. ગામની ભાગોળનો વિસ્તાર જે સંખેડાનો હાર્દસમો વિસ્તાર ગણાય છે. ભાગોળ વિસ્તારમાં અનેક ખાણીપીણીની લારીઓ ઉભેલી જોવ મળે છે. નાની-મોટી કેબિનો પણ મોટી સંખ્યામાં છે.
આ પૈકીની લગભગ મોટાભાગની લારીઓ અને નાની મોટી કેબિનોમાં ડિજીટલ પેમેન્ટ માટેના બારકોડ જોવા મળે છે. માત્ર લટકતા જ નથી હોતા પણ અનેક લોકો તેના થકી પેમેન્ટ પણ કરતા જોવા મળે છે. સંખેડા ગામની ભાગોળે આવેલી પૌંવા, ઉસળની લારી ચલાવતા સંજયભાઇ માછીએ જણાવ્યું હતું કે પહેલા રોકડની જ આપ લે થતી હતી પણ જ્યારથી બારકોડ લગાવ્યું છે. ત્યારથી દિવસ દરમિયાન કેટલાક ગ્રાહકો એવા આવે છે જે એના મોબાઇલથી સ્કેન કરીને પૈસા આપે છે. પાઉંભાજીની લારી ચલાવતા પુષ્કર પાઉંભાજીનું સંચાલન કરતા કિરણભાઇએ જણાવ્યું હતુ કે યુવાનો બારકોડથી સ્કેન કરીને પૈસા ચૂકવતા હોય છે.
ભાગોળે સ્ટેશનરી સહિતની દુકાન ચલાવતા દુકાનદાર ધવલભાઇ બારીયા જણાવ્યું હતુ કે ગ્રાહકના ખિસ્સામાં પૈસાના હોય પણ મોબાઇલ હોય તો ડિજીટલ પેમેન્ટ સરળતાથી ગ્રાહક કરી શકે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.