સંખેડા નવા ટાવર થી ભાગોળ વિસ્તારમાં વાહન વ્યવહારને નડતરરૂપ હોય એવા શેડ અને એન્ગલો દૂર ન કરનાર દબાણકારોના શેડ અને એન્ગલ ગ્રામ પંચાયત દ્વારા બે કટર લઈ માથે ઉભા રહી કપાવી નાખી હતી. દબાણકારો દ્વારા જાતે દબાણ દૂર કરવામાં ન આવતાં ગ્રામ પંચાયત આકરા પાણીએ આવીને કાર્યવાહી કરી હતી.
મંગળવારે સંખેડા ગ્રામ પંચાયત 75 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દૂર કર્યા હતા.આ ઉપરાંત બજારમાં અને ભાગોળ વિસ્તારમાં કેટલીક દુકાનોના એંગલ અને શેડ ત્રણ ફૂટ કરતાં વધારે લાંબા બહાર હતા.આવા એન્ગલો અને શેડ દૂર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા સૂચના આપી હતી પરંતુ તેમ છતાંય બુધવાર સુધીમાં આવા એન્ગલો અને શેડ જે તે દુકાનદાર દ્વારા દૂર કરાયા નહતા.જેથી સંખેડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ વસાવા તલાટી હરેશભાઈ આહીર ગ્રામ પંચાયતના સભ્યો વિગેરે દ્વારા આવા નડતરરૂપ એન્ગલોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ઉપરાંત એચ.એમ.પટેલ શોપિંગ સેન્ટરની દુકાનોના માલિકો દ્વારા દુકાનની બહાર 8થી 10 ફૂટ શેડ ખેંચેલા છે.આ શેડ 2 દિવસમાં દૂર કરવાની નોટિસ આપી છે.જો 2 દિવસમાં આ શેડ દૂર ન થાય તો પંચાયતએ પણ દૂર કરી દેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.