આવેદન:સંખેડામાં વેપારીઓ દ્વારા વટાવ કાપવા મુદ્દે ખેડૂતો આકરા બનશે

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપાસ પકવતા ખેડૂતો એકત્ર થઇ શક્તિ પ્રદર્શન કરશે
  • ખેડૂતો ભેગા થઈ આજે મામલતદારને આવેદનપત્ર આપશે

સંખેડા તાલુકામાં કપાસનું વેચાણ કરવા આવતા ખેડૂતોને તાત્કાલિક જ તેના નાણાં વટાવ કાપ્યા વિના મળે એ માટે છેલ્લા કેટલાય સમયથી ખેડુતો રજૂઆતો કરી રહ્યા છે. પણ સમાધાન પછીય સંતોષકારક નાના ખેડૂતો પાસેથી વટાવ કાપવાનું ચાલુ રહેતા ખેડૂતો મામલતદારને શનિવારે આવેદનપત્ર આપશે.

સંખેડા તાલુકામાં તમામ ખેડૂતો તા.1 જાન્યુ.થી વેપા૨ીઓ સાથે વાતચીત કરી સમાધાન લાવવાનો પ્રયાસ કરતા હતા. તા.2ના રોજ બધા ખેડૂતો એપીએમસી ચેરમેન, કિસાન વિકાસ સંઘ પ્રમુખ અને સંખેડાના તમામ કપાસ ઉત્પન્ન કરતા ખેડૂત વેપારીઓ સાથે વાતચીત કરતાં સમાધાન ન આવતાં તા.2ના રોજ બપોરે 12 કલાકે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા.

ત્યારબાદ રાત્રે કલાકે વેપારીઓ આગેવાનો એપીએમસી ચેરમેન સાથે સમાધાન કર્યુ હતુ. અને વેપારીઓ દ્વારા ખેડૂતોને દસ દિવસમાં રોકડ પૈસા આપવા કહ્યું હતું અને નાના ખેડૂતોને પચાસ હજાર રૂપિયા સુધીની ખરીદી પર વટાવ વગર રોકડ રકમ આપવાનું કહ્યું હતું. આમ ખેડૂતોને આશ્વાસન આપી પારણાં કરાવ્યા હતા. બાદ જ્યારે ખેડૂતો કપાસ વેચવા હાંડોદ ગયા હતા. ખરીદી પણ થઈ પણ નાના ખેડૂતોના રોકડ પેમેન્ટ વટાવ ચાલુ રાખતા ખેડૂતો રોષે ભરાયાં હતાં.

ખેડૂતોનું આ શક્તિ પ્રદર્શન છે
વટાવના મુદ્દે શનિવારે મામલતદારને આવેદનપત્ર આપવાના છીએ. આશરે 700 જેટલા ખેડૂતો ભેગા થઈને મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરીશું. એક રીતે ખેડૂતોનું આ શક્તિ પ્રદર્શન છે. > અતુલભાઈ પટેલ, ખેડૂત આગેવાન, ગુંડીચા

અન્ય સમાચારો પણ છે...